Not Set/ SC/ST એક્ટમાં કરાયેલા ફેરફારની તપાસ કરશે SC, સરકારને ૬ સપ્તાહમાં જવાબ આપવા કર્યો આદેશ

નવી દિલ્હી, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી SC/ST એક્ટમાં કરાયેલા ફેરફાર મામલે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે, ત્યારે હવે આ મામલે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આ કાયદાની તપાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી છે અને આગામી ૬ અઠવાડિયામાં જવાબ આપવા માટે આદેશ કર્યો છે. બીજી બાજુ કોર્ટ દ્વારા SC/ST […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી SC/ST એક્ટમાં કરાયેલા ફેરફાર મામલે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે, ત્યારે હવે આ મામલે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આ કાયદાની તપાસ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી છે અને આગામી ૬ અઠવાડિયામાં જવાબ આપવા માટે આદેશ કર્યો છે. બીજી બાજુ કોર્ટ દ્વારા SC/ST એક્ટના કાયદા પર રોક લગાવવા પર પણ ઇનકાર કર્યો છે.

NATIONAL-supreme-court-notice-central goverment–reversing-court-verdict-sc-st-law- answer 6 week

સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ મામલે વિના કોઈ સુનાવણી રોક લગાવવી વ્યાજબી નથી. કોર્ટ દ્વારા હવે ૨૦ માર્ચના આદેશને લાગુ કરવા માટે કહ્યું છે.

વકીલ પૃથ્વી રાજ ચૌહાણ અને પ્રિય શર્માએ સુપ્રીમ કોર્ટમાં આ મામલે પીટીશન દાખલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, SC/ST એક્ટમાં સંશોધનના મામલા સાથે જોડાયેલી નવા પ્રાવધાન ૧૮Aને લાગુ કરાયું હતું. આ કાયદા હેઠળ દલિતોને હેરાન કરવાના મામલામાં તરત જ આરોપીની ધરપકડ કરવા તેમજ તેઓની અગ્રિમ જમાનત પણ મળી શકતી નથી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશનમાં આ કાયદાને અબંધારણીય ઘોષિત કરવાની માંગ કરવામાં આવી છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦ માર્ચના રોજ આપવામાં આવેલા SC/ST એક્ટના કાયદાના દુરપયોગ થવાની ચિંતા જતાવતાં આદેશ આપ્યો હતો.

કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે આ આદેશ

આ અંગે જણાવતા કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, એસટી એસસી અત્યાચાર નિર્વારણ કાયદામાં ફરિયાદ મળ્યા બાદ તરત જ મામલા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવશે નહિ. આ મામલે DCP કક્ષાના પોલીસ અધિકારી પહેલા ફરિયાદ અંગે તપાસ કરશે કે આ મામલો ખોટો કે દુર્ભાવનાથી પ્રેરિત છે કે નહી. આ ઉપરાંત FIR દાખલ કરાયા બાદ આરોપીની તરત જ ધરપકડ પણ કરવામાં આવશે નહિ.

સરકારી કર્મચારીની ધરપકડ પહેલા પણ સક્ષમ અધિકારીની તેમજ સામાન્ય વ્યક્તિની ધરપકડ પહેલા SSPની મંજુરી લેવી પડશે. તેમજ કોર્ટ દ્વારા આરોપીની અગ્રિમ જમાનતનો પણ રસ્તો ખોલી નાખશે.

કોર્ટના આ આદેશ બાદ સરકાર દ્વારા સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ કાયદાને લાગુ પણ કરવામાં આવ્યો છે.