સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ની જોગવાઈઓને નાબૂદ કરવા સંબંધિત અનેક કેસોની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે તેને હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો એક રિપોર્ટ મળ્યો છે જે જમ્મુ-કાશ્મીરના લોકો હાઈકોર્ટથી સંપર્ક કરવામાં અસમર્થ થવાના સંબંધી દાવાનું સમર્થન નથી કરતી.
કાશ્મીરમાં બાળકોને કથિત રીતે કસ્ટડીમાં રાખવામા આવતા આરોપ લગાવનાર બાળ અધિકાર કાર્યકર્તા ઇનાક્ષી ગાંગુલી અને શાંતા સિન્હા વતી ઉપસ્થિત વરિષ્ઠ વકીલ હુજેફા અહમદીએ . 16 સપ્ટેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે ખીણના લોકો જ્યાં લોકો હાઈકોર્ટનો સંપર્ક સંપર્ક કરવામાં અસમર્થ છે. ત્યારબાદ બેંચે જમ્મુ-કાશ્મીરના ચીફ જસ્ટિસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો
જસ્ટિસ એસ.એ. બોબડે અને ન્યાયાધીશ એસ.એ. નઝિરે અરજદારો વતી હાજર રહેલા વકીલને જણાવ્યું હતું કે અમને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરફથી એક રિપોર્ટ મળ્યો છે, જે આ દાવાને સમર્થન આપતો નથી કે જમ્મુ-કાશ્મીરના લોકો હાઈકોર્ટનો સંપર્ક કરવામાં અસમર્થ છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે તે કાશ્મીરમાં બાળકોની કથિત અટકાયતનો મુદ્દો ઉઠાવવાની અરજી પર સુનાવણી કરશે, કારણ કે આ અરજીમાં સગીર બાળકોને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉભા કરવામાં આવ્યા છે.
શુક્રવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કાશ્મીરમાં બાળકોની કથિત અટકાયત કરવાના મુદ્દે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટની કિશોર કમિટીને પણ એક અઠવાડિયામાં રિપોર્ટ આપવાનું પણ કહ્યું છે.
બીજા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શુક્રવારે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રથી એ અરજી પર જવાબ માંગ્યો હતો જેમાં રાજ્યમાંથી કલમ 370ની જોગવાઈઓ હટાવ્યા બાદ પાંચ લોકોની અટકાયત કરવાનો પડકાર આપવામાં આવ્યો હતી.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જમ્મુ-કાશ્મીર વહીવટને અરજી પર નોટિસ ફટકારી છે. અરજીમાં કાયદાની જોગવાઈઓને પડકારવામાં આવી છે જે અધિકારીઓને જમ્મુ-કાશ્મીરમાં અટકાયત કરવા માટે સશક્ત બનાવે છે.
ખંડપીઠે જમ્મુ-કાશ્મીર વહીવટ વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો.
ત્રીજા કેસમાં સુપ્રીમ કોર્ટે જાહેર સલામતી અધિનિયમ (પીએસએ) હેઠળ અટકાયત કરાયેલા વ્યક્તિના કેસમાં કેન્દ્રને નોટિસ ફટકારી છે. આ અરજી આસિફા મુબીન દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે કેન્દ્રને બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
