Not Set/ ચેતીજજો, સોશિયલ મીડિયા પર સબંધો બાધવામાં, આવું પણ થઇ શકે છે

સોશિયલ મીડિયા પર સારા સુંદર નામ અને તસ્વીરો જોઈ કઈ પણ સમજ્યા વિચાર્યા વિના લગ્નની લાલચમાં આવી આગળ વધતી યુવતીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન કહી શકાય. કારણકે આવી નકલી સુંદરતાને જોઈ પ્રેમમાં પડી બરબાદ થનારા અનેક કિસ્સાઓ સામેં આવવા છતાં આવા અવનવા કિસ્સાઓ બનતા સમાજમાં સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલા દુષણ સામે સાવચેત રહેવું અનિવાર્ય […]

Top Stories Gujarat Others

સોશિયલ મીડિયા પર સારા સુંદર નામ અને તસ્વીરો જોઈ કઈ પણ સમજ્યા વિચાર્યા વિના લગ્નની લાલચમાં આવી આગળ વધતી યુવતીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન કહી શકાય. કારણકે આવી નકલી સુંદરતાને જોઈ પ્રેમમાં પડી બરબાદ થનારા અનેક કિસ્સાઓ સામેં આવવા છતાં આવા અવનવા કિસ્સાઓ બનતા સમાજમાં સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલા દુષણ સામે સાવચેત રહેવું અનિવાર્ય બન્યું છે.

આજના ઝડપી બનેલા આધુનિક યુગમાં જ્યારે સોશિયલ મીડિયા મોટે ભાગે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે. ત્યારે સોશિયલ મિડિયાનો દુરુપયોગ પણ એટલો વ્યાપક પણે બેફામ થઈ રહ્યો છે. એવો જ  એક દુરુપયોગનો કિસ્સો બન્યો છે, તાપી જીલ્લાના વ્યારાનગરમાં. જયાં સોશિયલ મીડિયા મારફતે યુવકે યુવતીને લગ્નની લાલચ આપી બે મહિના દરમ્યાન શરીર સંબંધ બાંધી કુકર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.

તાપી જીલ્લાના મુખ્ય મથક વ્યારા નગરના માલીવાડ વિસ્તારમાં રહેતા રીચી જીતેન્દ્રભાઈ આમ્રે નામના યુવકેનો એક યુવતી સાથે સોશિયલ મીડિયામાં ઇન્સ્તાગ્રામ પર પરિચય થયો હતો. સોશિયલ મીડિયા દ્વારા થયેલો આ પરિચય પ્રેમસબંધ સુધી પહોચ્યો હતો. જો કે રીચીએ આ યુવતીને લગ્નની લાલચ આપી બે મહિના સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઈ, તેમજ પોતાના ઘરે ધાકધમકી આપી આ યુવતીને તેના ફોટા સોસીયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

સમગ્ર ઘટનાની પીડિત યુવતીએ વ્યારા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે યુવતીની ફરિયાદના આધારે રીચી જીતેન્દ્રભાઈ આમ્રે તથા તેની માતા કવિતાબેન ઉર્ફે સુરેખાબેન આમ્રે અને રીચીના દાદી ઉર્મિલાબેન સદાશિવ આમ્રે વિરુદ્ધ આઈપીસી ૩૭૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબનો ગુનો નોધી કુકર્મનો આરોપી રીચી જીતેન્દ્રભાઈ આમ્રેને હાલ જેલના સળીયા પાછળ ધકેલી દઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.