અમદાવાદ
અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા ખોડલધામ ટ્રસ્ટીના ઓફિસ પર પાસના કન્વીનરોએ હાર્દિકના સ્વાસ્થ્યને લઇને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાસના કન્વીનર મનોજ પનારા, લલિત વસોયા, નરેશ પટેલ અને વચ્ચે બેઠક યોજાઇ હતી. હાર્દિકના મુદ્દા અને સ્વાસ્થ્યને લઈને ચર્ચા થઈ હતી. નરેશ પટેલે જણાવ્યું કે, હાર્દિકને પારણા કરી લેવા વિનંતી કરવા આવ્યો છું. પારણા કરીલે અને તેના સ્વાસ્થ્યમાં સુધારો આવે ત્યાર બાદ વિવિધ મુદ્દાઓ પર હાર્દિક સાથે ચર્ચા કરીશું.
હાર્દિકની મુલાકાત પહેલા નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, તે હાર્દિક સાથે ચર્ચા કરશે. તેના મુદ્દા યોગ્ય લાગશે તો તેઓ સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરશે.
અમદાવાદના સિંધુ ભવન રોડ આવેલા ખોડલધામ ટ્રસ્ટીના ઓફિસ પર પાસના કન્વીનરોએ હાર્દિકના સ્વાસ્થ્યને લઇને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાસના કન્વીનર મનોજ પનારા, લલિત વસોયા, નરેશ પટેલ અને વચ્ચે બેઠક યોજાઇ હતી..હાર્દિકના મુદ્દા અને સ્વાસ્થ્યને લઈને ચર્ચા થઈ હતી..
નરેશ પટેલે જણાવ્યું કે, હાર્દિકને પારણા કરી લેવા વિનંતી કરવા આવ્યો છું. પારણા કરી લે અને તેના સ્વાસ્થ્યમાં સુધારો આવે ત્યાર બાદ વિવિધ મુદ્દાઓ પર હાર્દિક સાથે ચર્ચા કરીશું. હાર્દિકની તબિયત ખૂબ સારી રહે તેવી માતાજી પાસે પ્રાર્થના કરું છું. 14 દિવસ થઈ ગયા હોવાથી સમાજને હાર્દિક પટેલની તબિયતની ચિંતા છે.
14 દિવસના ઉપવાસ છતાં સરકાર તરફથી અહીં કોઈ ફરક્યું નથી. મારી સરકારને વિનંતી છે કે કોઈ અધિકારી કે નેતાને ઉપવાસ છાવણી ખાતે મોકલીને હાર્દિક સાથે ચર્ચા કરે.
સમાજના વડીલો, યુવાનો અને આગેવાનોની એવી અપીલ છે કે હું હાર્દિક પટેલ સાથે ચર્ચા કરું અને આનો સુખંદ આવે. સામાજિક અને રાજ્યના હિતમાં આ પ્રશ્નનું નિરાકરણ વાતચીતથી આવે એવો મારો પ્રયાસ રહેશે
