Pahalgam Terror Attack/ જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ પર્યટકે સાંભળવી આપવીતી

ગોળીબાર શરૂ થયો અને હુમલાના સ્થળે લગભગ 400 લોકો હતા અને આતંકવાદીઓએ 10 મિનિટ સુધી સતત ગોળીબાર કર્યો જેમાં સ્થાનિક લોકો મદદ માટે આવ્યા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.

Top Stories Gujarat

Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના એક ગુજરાતી પ્રવાસી ઘાયલ થયા હતા, પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત કેટલાક કાયર આતંકવાદીઓએ સમગ્ર પ્રદેશની શાંતિને જોખમમાં મૂકી છે. પહેલગામ પર હુમલો કરનારા 10 થી વધુ આતંકવાદીઓએ તેમની અતિ-આધુનિક રાઇફલથી ગોળીઓ ચલાવીને નિઃશસ્ત્ર પ્રવાસીઓની ક્રૂરતાથી હત્યા કરી હતી. આ ઘટના વિષે તેમને કહ્યું કે અમે 10 મિનિટ સુધી બેઠા રહ્યા અને પછી ગોળીબાર શરૂ થયો અને હુમલાના સ્થળે લગભગ 400 લોકો હતા અને આતંકવાદીઓએ 10 મિનિટ સુધી સતત ગોળીબાર કર્યો જેમાં સ્થાનિક લોકો મદદ માટે આવ્યા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે. ગઈકાલના હુમલામાં ભાવનગરના એક પિતા અને પુત્રનું મોત થયું હતું. સૌપ્રથમ સુરતના શૈલેષભાઈ કલથીયાનું મૃત્યુ થયું હતું. પછી સમાચાર આવ્યા કે ભાવનગરના યતીન પરમાર અને સ્મિત પરમારનું હુમલામાં મૃત્યુ થયું. હુમલા પછી, પિતા અને પુત્રનો કોઈ સંપર્ક થયો ન હતો. અને સમાચાર આવ્યા કે યતીન પરમારની પત્ની પણ હુમલામાં ઘાયલ થઈ છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા દરમિયાન, આતંકવાદીઓએ નકલી ગણવેશ પહેર્યો હતો, તેથી શરૂઆતમાં કોઈ પ્રવાસીને તેમના પર શંકા નહોતી. પરંતુ થોડા સમય પછી, જ્યારે તેઓએ હિન્દુ પ્રવાસીઓની ઓળખ પૂછી અને તેમના પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારે સ્થળ પર નાસભાગ મચી ગઈ. આતંકવાદીઓએ જાણી જોઈને એવા હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા જેઓ તેમની પત્નીઓ અથવા પરિવારો સાથે આવ્યા હતા. આ આતંકવાદી હુમલાના ચિત્રો અને વીડિયો ખૂબ જ ભયાનક છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત

આ પણ વાંચો:હત્યા સમયે કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ડિનર ટેબલ પર બેઠા હતા અને માછલી ખાતા હતા, તેમની પત્નીએ