Gujarat Weather/ ગુજરાતમા ગરમી યથાવત રહેશે,ગરમ પવનો પણ ફૂંકાય તેવી શક્યતા

આગામી બે દિવસ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થશે અને વધુ ગરમી સહન કરવી પડશે. આ સાથે, ઉત્તરથી પૂર્વ તરફ ફૂંકાતા પવનને કારણે ગરમી પણ વધશે.

Top Stories Gujarat

Gujarat Weather: હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે કે રાજ્યમાં તીવ્ર ગરમીનો સમયગાળો ચાલુ રહેશે. આજે ગુજરાતના લોકોને રાત્રે પણ ગરમ પવનો સાથે ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે આગાહી મુજબ આજથી બે દિવસ સુધી ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે.હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગામી બે દિવસ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થશે અને વધુ ગરમી સહન કરવી પડશે. આ સાથે, ઉત્તરથી પૂર્વ તરફ ફૂંકાતા પવનને કારણે ગરમી પણ વધશે. રાજ્યના 10 થી વધુ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે. ગઈકાલે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં 41.9 ડિગ્રી, ડીસામાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 41.8 ડિગ્રી, વડોદરામાં 41.4 ડિગ્રી, કંડલામાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 42.5 ડિગ્રી, ભાવનગરમાં 40.0 ડિગ્રી, કેશોદમાં 42.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અને કાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધૂળિયા પવન ફૂંકાશે, ગાંધીનગર અને અમદાવાદમાં ધૂળવાળા પવન ફૂંકાશે, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ધૂળવાળા પવન ફૂંકાશે, મોરબી અને સુરેન્દ્રનગરમાં ધૂળવાળા પવન ફૂંકાશે, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં ધૂળવાળા પવન ફૂંકાશે, જૂનાગઢ, ગીર અને સોમનાથમાં ધૂળવાળા પવન ફૂંકાશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે, આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. IMD મુજબ, આજે એટલે કે 21 એપ્રિલે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 2 દિવસ ગુજરાતમાં પડશે આકરી ગરમી, IMDએ જારી કર્યુ યલો એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીની ‘હીટ માર્ચ’ : મોટાભાગના વિસ્તારોમાં 40થી ઉપર તાપમાન

આ પણ વાંચો:ભીષણ ગરમીથી રક્ષણ મેળવવા આ 5 બાબતોનું રાખો ધ્યાન