Gujarat/ દિપોત્સવી – 2076નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

કોરોના મહામારીના સમયમાં શબ્દ અને સાહિત્યના સથવારે દિપોત્સવીની મંગલ કામનાઓ જ્ઞાનના પ્રકાશને વધુ પ્રજ્જવલિત કરશે. નવા વર્ષે નવા જોશ, અને હોશ સાથે કોરોનાની મહામારી

Gujarat

કોરોનાના કહેર વચ્ચે “શબ્દ અને સાહિત્યના સથવારે”  ગુજરાત દિપોત્સવી અંકનું મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું છે.

World / ફ્રાંસ અને તુર્કીની લડાઇમાં ઘૂસ્યું પાકિસ્તાન,  સંસદમાં લીધા…

આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે,  કોરોના મહામારીના સમયમાં શબ્દ અને સાહિત્યના સથવારે દિપોત્સવીની મંગલ કામનાઓ જ્ઞાનના પ્રકાશને વધુ પ્રજ્જવલિત કરશે. નવા વર્ષે નવા જોશ, અને હોશ સાથે કોરોનાની મહામારી સામે જીવનના ઉત્કર્ષના દ્વાર ખોલીને આપણે સૌએ આગળ વધવાનું છે. દિપાવલીનું પર્વ જ્ઞાનના પ્રકાશ અને વિકાસના સમન્વયનો અદકેરો અવસર છે. સોશિયસલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને સેનિટાઈઝેશન સાથે આપણે સૌ ગુજરાતી બંધુઓએ કોરોનાને હરાવી, જ્ઞાનના પ્રકાશની જ્યોત પ્રગટાવીને દેશ, રાજ્ય અને સમાજને ઉજળા કરવાનો સાચા હૃદયથી પ્રયાસ કરીએ.

India / ભૂતપૂર્વ CBI ડિરેક્ટર આર કે રાઘવનનો મોટો આક્ષેપ – ગુજર…

ગુજરાત સહિત સમગ્ર વિશ્વ આજે કોરોના સામે મક્કમ મુકાબલો કરી રહ્યું છે ત્યારે સાહિત્યની દીપજ્યોત ગુજરાતી બાંધવોને દિપોત્સવીના પર્વમાં વધુ ઉત્સાહ અને ઉમંગ પૂરો પાડશે એવી એમણે શ્રદ્ધા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આ વર્ષે કોરોના મહામારીના કારણે આપણા સૌની કપરી કસોટી થઈ છે. પરંતુ રાજ્ય સરકારની પ્રબળ નિર્ણયશક્તિ, ગુજરાતી બાંધવોની કોઠાસૂઝ તેમજ કર્મયોગને વરેલા વહિવટીતંત્રના સુયોગ્ય સામંજસ્યથી આ કપરા સમયમાં પણ વિકાસના દરેક ક્ષેત્રમાં આપણું ગુજરાત આગળ ધપતું રહ્યું છે. કોરોનાનો પ્રત્યેક ગુજરાતી બાંધવોએ સરકાર સાથે ખભેખભા મીલાવીને મજબૂત મુકાબલો કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

gujarat / સીંગતેલમાં ભડકો, માંગ વધતા ડબ્બે રૂ.350 જેટલો ભાવ વધારો…

આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, અધિક માહિતી નિયામક સર્વ અરવિંદભાઈ પટેલ, પુલકભાઈ ત્રિવેદી, નાયબ માહિતી નિયામક જગદીશ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.