Breaking News/ અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના,પૂર્વ CM વિજય રૂપાણી હતા પ્લેનમાં

એરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 15 કિલોમીટર છે. અકસ્માત બાદ તરત જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાનું શરૂ કર્યું.

Top Stories Gujarat Breaking News

Breaking News: ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.માહિતી અનુસાર એવી આશંકા છે કે એ પ્લેનમાં ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી પણ પ્લેનમાં હોવાની આશંકા છે.  કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ટેક ઓફ થયા પછી તરત જ આ અકસ્માત થયો હતો. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા પછી તરત જ મેઘાણીનગર નજીક ક્રેશ થયું.

ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અકસ્માત બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી રાહત અને બચાવ ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા.

વિમાન દુર્ઘટના બાદ, આ ફ્લાઇટમાં મુસાફરોની યાદી પણ સામે આવી છે. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા વિમાન (ફ્લાઇટ નંબર AI 171) માં કુલ 230 મુસાફરો સવાર હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ આ ફ્લાઇટમાં મુસાફરોની યાદીમાં છે. વિજય રૂપાણીનું નામ મુસાફરોની યાદીમાં 12મા ક્રમે છે અને તેમનો સીટ નંબર 2D છે.

વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે 1:38 વાગ્યે લંડન માટે ઉડાન ભરી હતી, આ વિમાન એરપોર્ટની સીમા પણ પાર કરી શક્યું ન હતું. એર ઈન્ડિયાનું આ વિમાન બપોરે 1:40 વાગ્યે ક્રેશ થયું હતું અને અમદાવાદનું આકાશ ધુમાડામાં છવાઈ ગયું હતું.

ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અકસ્માત અંગે ફોન પર વાત કરી છે. રાહત અને બચાવ માટે સાતથી આઠ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળ (NDRF) ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. અમદાવાદની તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો: ભાવનગરથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ, ભાવનગરમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ , દરરોજ 6 થી 7 લોકોના કોરોનાથી થાય છે મોત , તંત્રના ચોપડે છેલ્લા 10 દિવસમાં માત્ર 3

આ પણ વાંચો: ભાવનગર સિવિલ હોસ્પિટલનો વીડિયોનો મામલો, મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત અહેવાલનો પડઘો પડ્યો, કલેક્ટર અને મનપા કમિશનર પહોંચ્યા હોસ્પિટલ, સર.ટી.હોસ્પિટલના