રાજયમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના કેસ ઘટતા રાજયમાં રાત્રિ કરફ્યુ ની સમમર્યાદામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે કોરોના કેસ ઘટતા કોરોનાની ત્રીજી લહેરમાં કેસ વધતા હાઈકોર્ટ દ્વારા રાજયની તમામ અદાલતોમાં પ્રત્યક્ષના બદલે વર્ચ્યુઅલ કામગીરી કરવામાં આવતી હતી બાદ કોરોનાનું સંક્રમણ ઘટતા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડી તા.21 ફેબ્રુઆરીને સોમવારથી રાજયની તમામ અદાલતોમાં ફીઝીકલ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.
આ પણ વાંચો:National / કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ઉત્તરાખંડ શહીદોના કેલેન્ડરનું વિમોચન, પૂર્વ CDS બિપિન રાવતને કર્યું સમર્પિત
ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટોમાં 21મી ફેબ્રુઆરીથી ફિઝિકલ હિયરિંગ શરૂ થઈ જશે. આ સાથે 14મી ફેબ્રુઆરીથી જ્યાં કોરોના સંક્રમણ ઓછું છે તેવા તાલુકાની અદાલતોમાં એસઓપીના પાલન સાથે પ્રત્યક્ષ સુનાવણી થઈ શકશે. રાજકોટ જિલ્લાના ધોરાજી, જામકંડોરણા, જસદણ, કોટડા સાંગણી, લોધિકા, પડધરી, વિંછીયાની કોર્ટોમાં 14મી ફેબ્રુઆરીથી ફિઝિકલ કાર્યવાહીને મંજૂરી અપાઈ છે.
આ પણ વાંચો;National / અંબાણી, અદાણીની પૂજા કરવી જોઈએ કારણ કે.. : બીજેપી સાંસદ અલ્ફોન્સમિ રજૂઆત
કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે જ ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણીનો નિયમ અમલી કરાયો હતો. આ પછી રાજ્યની તમામ કોર્ટોમાં ફિઝિકલ હિયરિંગ પર પ્રતિબંધ મુકાયો હતો. વકીલો માટે પણ પ્રવેશબંધી કરાઈ હતી. જોકે ત્યારબાદ એવા તાલુકા જ્યાં 100 કરતા ઓછા એક્ટિવ કેસ છે તે તાલુકાની કોર્ટોમાં એસઓપીના ચુસ્ત પાલન સાથે ફિઝિકલ કાર્યવાહી શરૂ થઈ હતી. આજે હાઇકોર્ટ આવા તાલુકાઓની નવી યાદી જાહેર કરી છે જ્યાં ઓછું સંક્રમણ છે.
