Ahmedabad News/ અમદાવાદમાં ધીમી ધાર ધોધમાર વરસાદમાં પરિણમી

અમદાવાદમાં ઓગસ્ટના પહેલા દિવસે શહેરમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે. આ ધીમી ધારે શરૂ થયેલો વરસાદ ધોધમાર વરસાદમાં પરિણમ્યો છે. વરસાદ એટલો ધોધમાર છે કે વિઝિબિલિટી માંડ પાંચ ફૂટની છે.

Gujarat Gandhinagar Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં ઓગસ્ટના પહેલા દિવસે શહેરમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે. આ ધીમી ધારે શરૂ થયેલો વરસાદ ધોધમાર વરસાદમાં પરિણમ્યો છે. વરસાદ એટલો ધોધમાર છે કે વિઝિબિલિટી માંડ પાંચ ફૂટની છે.

શહેરના સુભાષબ્રિજ, સાબરમતી, આશ્રમરોડ, વાડજ, ઉસ્માનપુરા, આરટીઓ સર્કલ, શાહીબાગ, માધુપુરા, ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આજે અને ગઈકાલે વરસાદની શક્યતાઓ નહિવત છે તેવી આગાહી કરી હતી જે બાદ ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસ્યો હતો.

ફક્ત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વધ્યાં હતાં. આ ઉપરાંત આજે પણ હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં હળવાં વરસાદી ઝપટાં વરસી શકે છે તેવી આગાહી કરી છે. આજે સવારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. શહેરના જગતપુર, ચાંદખેડા, ગોતા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત આ ગતિ 55 કિમી સુધી પણ જઈ શકે છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને આજે આવું જ વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે. ઉપરાંત વીજળીના ચમકારા સાથે વરસાદ વરસે તો નવાઈ નહીં. કારણ કે, હવામાન વિભાગે આજે પણ ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે.

મધ્ય ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ વરસાદની શક્યતાઓ નહિવત છે. વરસાદ લાવે એવાં વાદળો નથી. જો કે, હવામાન વિભાગે આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેને પગલે આજે સવારે અમદાવાદ શહેરના પશ્ચિમ ભાગમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. મહત્ત્વનું છે કે, ગઈકાલ સુધી ગુજરાત રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હતી, જેમાં ઉત્તર પૂર્વીય અરબસાગર એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો પર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હતી. જે આગળ વધીને દરિયા તરફ ખેંચાઈ ગઈ હતી, જેને કારણે તેની અસર હવે ગુજરાત ઉપર રહેશે નહીં. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફની અસર હતી જે આજથી રહેશે નહીં, જેને કારણે બે દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં

આ પણ વાંચો:બાળકોને મોબાઈલ આપતા પહેલા થઇ જજો સાવધાન, માઠું લાગી આવતા 10 વર્ષના બાળકે કર્યો આપઘાત

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, યુવકને તલવાર વડે કેક કાપવી પડી મોંઘી