Gujarat News/ અમરેલી, હળવદ અને જૂનાગઢમાં ત્રણ અલગ અલગ બનાવમાં ડૂબી જવાથી 4 બાળકોના મોત, 3ને બચાવી લેવાયા

જુનાગઢ જિલ્લાના શીલ ગામે નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકોને ડૂબતા બચાવી લેવામાં આવ્યા

Gujarat

Gujarat News : રાજ્યમાં ત્રણ અલગ અલગ ઠેકાણે બનેલા કરૂણ બનાવમાં ડૂબી જવાથી ચાર બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે 3ને બચાવી લેવામાં આવ્યા હતા. આ ત્રણ બનાવ અમરેલી, હળવદ અને જૂનાગઢમાં બન્યા હતા.ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, કેનાલ, અને તળાવમાં નહાવા જતા હોય છે. જેના લીધે ડૂબી જવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ત્યારે આજે હળવદના કડીયાણા ગામે બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે સાવરકુંડલામાં ભેંસણીયા ડેમમાં નહાવા પડતા ત્રણ બાળકોમાંથી 2 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા અને એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ જુનાગઢ જિલ્લાના શીલ ગામે નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકોને ડૂબતા બચાવી લેવામાં આવ્યા છે.

હળવદમાં બે બાળકો ડૂબી જતાં મોત

પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામે વોકળામાં નહાવા પડેલા બે કિશોરના મોત નીપજ્યા છે. આદિત્ય ભરવાડ (ઉં.વ. 13) અને પ્રિન્સ ભરવાડ (ઉં.વ. 12) નામના બે કિશોર પોતાના દાદાની સાથે ખેતરમાં ગયા હતા. ત્યારે ખેતરની બાજુમાંથી પસાર થતાં વોકળામાં નહાવા પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.ત્યારબાદ બંને બાળકોને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં 2 બાળકો ડૂબ્યા, 1નો આબાદ બચાવ

સાવરકુંડલામાં આકાશી મેલડી મંદિર પાસે ભેંસણીયા ડેમમાં નહાવા માટે ગયેલા ત્રણ બાળકો ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આ ઘટનામાં કૃણાલ અશ્વિનભાઈ સોલંકી ઉ.વર્ષ 14) અને મંત્ર રાજદીપભાઈ મસરાણી (ઉ.વર્ષ 10)નું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે મોહિત મનીષભાઈ સોલંકી (ઉ.વર્ષ.13) નો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણેય બાળકો સાવરકુંડલાના જેસર રોડ પાસે રહે છે.

ફાયરની ટીમે બે બાળકોના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોક પ્રસરી જવા પામ્યો હતો અને સાવર કુંડલા સિવિલમાં પરિવારના હૈયા ફાટ રુદનના કરૂણ દ્વશ્યો સર્જાયા હતા.

જુનાગઢમાં નદીમાં ડૂબતા 3 બાળકોને બચાવી લેવાયા

ત્યારે અન્ય બાળકો ડૂબવાનો બનાવ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે બન્યો હતો. જેમાં નેત્રાવતી નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકો ડૂબવા લાગ્યા હતા. ત્યારે આ અંગે માછીમારોને જાણ થતાં તેમને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. માછીમારો અને તરવૈયાની સમયસૂચકતાને લીધે બાળકોનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Travel કરવું છે પણ પૈસા નથી! આ રીતે કરો ‘ટ્રાવેલ બચત’ અને ટેન્શન વગર ફરો

આ પણ વાંચો:કર્મચારીઓ કેમ ઓછા પગારે પણ નોકરી કરવા તૈયાર થઈ જાય છે? 1139 કર્મી પર થયો સર્વે

આ પણ વાંચો:સોનું લાવવું થશે મોંઘુ! પ્લેટિનમ માટે નવો કોડ જાહેર