Ahmedabad News : અમદાવાદમાં ખોખરામાં રહેતા અને ફ્રૂટનો વ્યવસાય કરતી એક વ્યક્તિને ઈરાની સફરજન મંગાવી આપવાનું કહીને બે શખ્સોએ તેની સાથે 15.70 લાખની છેતરપિંડી કરી હતી.આ બનાવની વિગતચ મુજબ ખોરામાં રાધે બંગ્લોઝમાં રહેતા વિપુલભાઈ એ.અગ્રવાલ અનુપમ સિનેમા પાસ શ્રી મહાકાળી ફ્રૂટ સેન્ટર તથા શ્રી આશાપુરી ફ્રૂટ સેન્ટર નામની દુકાન ધરાવી ફ્રૂટનો વ્યવસાય કરે છે.
દરમિયાન પાલડીમાં રહેતા અશોક એસ.પ્રજાપતિ અને મુંબઈ નજીકના થાણેમાં રહેતા મજહરખાન એમ.પઠાણે ભેગા મળીને ઈરાનથી સફરજનનો ધંધો કરવાનો હોવાથી આ બાબતે વિપુલભાઈ અગ્રવાલ સાથે વાતચીત કરી હતી. તેમણે વિપુલભાઈને રૂ.22,95,000માં બે કન્ટેનર ઈરાની સફરજન મંગાવી આપવાનું તથા તમામ પ્રોસેસ શીખવાડવાનું કહીને તેમની પાસેથી રૂ.22,95,000 લીધા હતા.
જોકે બાદમાં તેમણે ઈરાની સફરજનનો માલ નહી પહોંચાડતા વિપુલભાઈએ રૂપિયા પરત માંગ્યા હતા. આથી બન્ને શખ્સોએ રૂ.7,25,000 પરત આપ્યા હતા. જોકે બાકીના રૂ.15,70,000 પરત ન આપીને છેતરપિંડી કરી હતી. આ અંગે વિપુલભાઈએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:Travel કરવું છે પણ પૈસા નથી! આ રીતે કરો ‘ટ્રાવેલ બચત’ અને ટેન્શન વગર ફરો
આ પણ વાંચો:કર્મચારીઓ કેમ ઓછા પગારે પણ નોકરી કરવા તૈયાર થઈ જાય છે? 1139 કર્મી પર થયો સર્વે
આ પણ વાંચો:સોનું લાવવું થશે મોંઘુ! પ્લેટિનમ માટે નવો કોડ જાહેર

