હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ વરસાદને લઈને આગાહી કરાઈ હતી. ત્યારે અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ચાલુ વરસાદની સ્થિતિ માં તાજેતરમાં જ એક હિંમતનગર-ધનસુરા હાઇવે પર એક ઘટના બની છે. આ હાઈવે પર અચાનક જ એક ટ્રકમાંથી પથ્થરની વિશાળ શીલાઓ નીચે પડવાની ઘટના ઘટી છે.
આ શીલાઓ રસ્તા પર પડી જતા ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. આ શીલાઓ કાર કરતા પણ ખુબ મોટી હતી. જેના કારણે વાહનોને ત્યાંથી પસાર થવામાં પણ સમસ્યા સર્જાઈ રહી હતી. આ શીલાઓ જે ટ્રકમાંથી પડી હતી તે ટ્રક ચાલક હાલ ફરાર છે. આ સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે અજાણ છે.

આ હજારો ટનની શીલાઓ રોડ પર અચાનક જ કેવી રીતે પડી તેની કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી. એક કરતા વધારે શીલાઓ રસ્તા વચ્ચે પડતા લોકોને ખુબ જ પરેશાની થઇ હતી .
આજે સાબરકાંઠા જિલ્લાની તમામ શાળાઓમાં એક દિવસની જાહેર રજા રાખવામાં આવી છે તો બીજી તરફ સરકારી અધિકારીઓને કોઈપણ સંજોગોમાં હેડ ક્વૉટર ન છોડવાનો આદેશ કરાયો છે. જોકે જિલ્લામાં હજુ સુધી કોઈ સમાચાર સામે આવ્યા નથી ત્યારે તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ આગામી સમયમાં કેટલી સબળ પુરવાર થાય છે એ તો સમય જ બતાવશે.
આ પણ વાંચો:વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી
આ પણ વાંચો:બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી
આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારે થશે, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..
