ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કહેરને પગલે છેલ્લા માર્ચ ૨૦૨૦થી તમામ જાહેર આયોજન રદ કરવામાં આવ્યા છે. તેમાં તમામ પ્રકારની સરકરી પરિક્ષાઓનું આયોજ પણ રદ કરવામાં આવ્યું હતું. આજ રોજ રાજ્યમાં કોરોના કહેર બાદ પ્રથમ વાર જાહેર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે માર્ચ-2020માં રદ થએલી પરીક્ષા આજે લેવામાં આવી છે.
GPSC દ્વારા લોકડાઉન બાદ પ્રથમ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 32 જિલ્લામાં આ પરીક્ષા યોજાશે. જેમાં 40 પોલીસ ઇન્સ્પેકટરની સીધી ભરતી માટે પરીક્ષા યોજાશે. રાજ્યના 1.49 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. કોવીડ ગાઈડલાઇનનું ઉલ્લંઘન ન થાય તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ
તો રાજકોટ જિલ્લામાં 34 કેન્દ્રો પર 8118 ઉમેદવારો પરીક્ષામાં ભાગ લીધો છે. 2 પ્રાંત અધિકારી અને 4 મામલતદાર સહિત 6 ફ્લાઈંગ સ્કવોર્ડ બનાવાઈ છે. કોરોનાને કારણે માર્ચ-2020માં રદ થએલી પરીક્ષા આજે લેવામાં આવી છે.
સુરત
સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં 7 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. સુરતમાં 40 જેટલા સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પરીક્ષામાં કોરોના ગાઈડલાઈન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
અમદાવાદ
કોરોનાકાળની પહેલી ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 40 જગ્યા માટે 1.49 લાખ ઉમેદવારો મેદાનમાં છે. સો.ડિસ્ટન્સ જાળવવા કોવિડ ગાઈડલાઈન્સ નું ચુસ્તતા સાથે પાલન કરવામાં આવી રહ્યું છે. રવિવારે GPSCની પરીક્ષામાં અમદાવાદમાં 22 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. પેપર લીક ના થાય તે માટે તમામ તાકેદારીઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બે ભાગમાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એક વર્ગખંડમાં 24 ઉમેદવારો વ્યવસ્થા કરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
