Gir Somnath News/ ગીર સોમનાથમાં વરસાદની અછતથી જગતના તાત પર ઘેરાયા ચિંતાના વાદળો , MLAએ CMને લખ્યો પત્ર

ગીર સોમનાથમાં પાક નુકસાન (Crop Damage)ની આશંકા. MLA વિમલ ચુડાસમાએ CM ને પત્ર લખી સર્વે, વળતર, રાહત પેકેજ માટે કરી માગ

Gujarat Others Breaking News
irregular rainfall

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લામાં અનિયમિત વરસાદ (Irregular Rainfall)ને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. અનેક વિસ્તારોમાં સમયસર અને પૂરતો વરસાદ ન પડતાં વાવેતર કરેલા પાકને જરૂરી પાણી મળી રહ્યું નથી. આ સ્થિતિને લઈને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાત્કાલિક સરકારી સર્વે અને રાહત પેકેજ જાહેર કરવાની માગ કરી છે.

Irregular Rainfallથી પાકને નુકસાનની ભીતિ

ધારાસભ્યના જણાવ્યા મુજબ 90 સોમનાથ વિધાનસભા (90 Somnath Assembly Constituency) વિસ્તાર સહિત ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામોમાં લાંબા સમયથી વરસાદની અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા બીજ, ખાતર, દવા અને મજૂરી પાછળ કરવામાં આવેલું રોકાણ હવે જોખમમાં મુકાયું છે.

વિમલ ચુડાસમાએ સરકારને અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક સરકારી ટીમો મોકલી પાક નુકસાની (Crop Damage)નો સર્વે કરાવવાની રજૂઆત કરી છે. ગામવાર અને પાકવાર નુકસાનની નોંધ કરીને નુકસાનના પ્રમાણ પ્રમાણે ખેડૂતોને યોગ્ય વળતર અને સરકારી સહાય આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

તેમણે કુદરતી આફત હેઠળ મળતી SDRF સહિતની સરકારી સહાયનો લાભ પણ અસરગ્રસ્ત ખેડૂતો સુધી ઝડપથી પહોંચાડવા જણાવ્યું છે.

રાહત પેંકજ અને મફત ઘાસચારા ડેપોની માગ

પાક નુકસાન ઉપરાંત પશુપાલકોને પણ મુશ્કેલી ન પડે તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં મફત ઘાસચારા ડેપો શરૂ કરવાની માગ કરવામાં આવી છે. ધારાસભ્યે ગીર સોમનાથના અસરગ્રસ્ત વિસ્તારોની તપાસ કરાવી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ભલામણ પણ કરી છે.

ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ (Relief Package) જાહેર કરવાની પણ મુખ્યમંત્રી સમક્ષ માગ કરાઈ છે.

આંદોલનની ધારાસભ્યે આપી ચીમકી

મુખ્યમંત્રીને મોકલાયેલા પત્રની નકલ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને ગીર સોમનાથના કલેક્ટરને પણ મોકલવામાં આવી છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખેડૂતોના હિતમાં તાત્કાલિક અસરકારક પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.


આ પણ વાંચો: મૃતકની બેદરકારીનો ઉલ્લેખ કરાતા વિમલ ચુડાસમા પોલીસકર્મીને કર્યો ધમકીભર્યું નિવેદન

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, મગફળીની ખરીદી, કૃષિ રાહત પેકેજ પ્રગતિની સમીક્ષા કરાશે

આ પણ વાંચો:કમોસમી વરસાદને લઈને SDRF તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું ઠરાવવામાં આવ્યું