Gandhinagr News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે 19 નવેમ્બરે સવારે 10 વાગ્યે રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં સરકાર સમક્ષ રહેલા મુખ્ય નીતિગત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
એકતા યાત્રા સહિતના સંગઠનાત્મક કાર્યક્રમોની ચર્ચા કરાશે
આ બેઠકમાં ખેડૂતોને લગતા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં મગફળી ખરીદી પ્રક્રિયાની સમીક્ષા અને કૃષિ રાહત પેકેજની પ્રગતિની ચર્ચાનો સમાવેશ થાય છે. વધુમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતમાં આગામી કાર્યક્રમો, ખાસ કરીને “એકતા યાત્રા” સહિતના તેમના જાહેર કાર્યક્રમોની યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે. અંતે, રાજ્ય સરકારના આગામી ચિંતન શિબિર માટેના આયોજન અને કાર્યસૂચિની પણ ચર્ચા કરવામાં આવશે, જે સરકારની ભાવિ દિશા નક્કી કરવામાં મદદ કરશે.
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ રાજ્ય મંત્રી મંડળની બેઠક…
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના-સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ કરી…

