Gandhinagar News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના-સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ કરી…

આ વખતે, દેશની આગામી જનગણના-સેન્સસ 2027 પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ…મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી વેબસાઇટ લોન્ચ કરી…

Gujarat Gandhinagar

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)ની ઉપસ્થિતિમાં ગાંધીનગર (Gandhinagar)માં જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ https://gujarat.census.gov.in/નું લોન્ચિંગ કર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ ગવર્નન્સ દ્વારા જનગણના (Census)થી જન કલ્યાણનો વડાપ્રધાનનો હેતુ પાર પડશે અને કલ્યાણ યોજનાઓના અસરકારક આયોજન-અમલથી સંતુલિત વિકાસને બળ મળશે.

જનગણના ગુજરાતની નવી વેબસાઈટ માં મોડર્ન એલિમેન્ટ્સ, ઈઝી મેનુ અને મલ્ટીલેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે.

જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ https://gujarat.census.gov.in/નું લોન્ચિંગ

ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેબસાઈટમાં મોર્ડન એલિમેન્ટ્સ, ઇઝી મેનુ અને મલ્ટીલેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) આ વેબસાઈટનું લોન્ચિંગ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ જનકલ્યાણની દરેક યોજનાઓના અસરકારક અમલ અને આયોજનથી સંતુલિત વિકાસનો જે ધ્યેય રાખ્યો છે તે જનગણનાથી જનકલ્યાણની ટેગ લાઈનને સુસંગત છે. નવી વેબસાઈટ લોન્ચિંગ (Website Launching) થી એને વધુ બળ મળશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

આગામી જનગણના 2027, પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ

મુખ્યમંત્રીએ આ વખતે દેશની આગામી જનગણના 2027 અંતર્ગત પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ (Digital) રીતે હાથ ધરવામાં આવી રહી છે તેની સરાહના કરતા કહ્યું હતું કે, નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે તેમનો ડેટા સબમિટ કરી શકે તે માટે પ્રથમ વખત, સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ-ગણતરી સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે. તેનાથી પાયલટ પ્રોજેક્ટમાં પસંદ થયેલા જિલ્લાઓમાંથી ફર્સ્ટ હેન્ડ એક્સિપિરિયન્સ મળશે.

પ્રિ-ટેસ્ટ કામગીરી 10 થી 30 નવેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવશે

રાજ્યના જનગણના નિયામક સુજલ મયાત્રાએ આ વેબસાઈટની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, આગામી 2027ની જનગણના માટે રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે અને વિવિધ મોબાઇલ એપ્સ (Mobile Apps)નો ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ જનગણના 2027 (Census 2027)ના પ્રિ-ટેસ્ટ માટે ગુજરાત (Gujarat)ના સુરત મહાનગરપાલિકા (SMC)ના 133 બ્લોક, દાહોદના દેવગઢબારિયા તાલુકાના 26 ગામોના 70 બ્લોક અને મોરબીના ટંકારા તાલુકાના 25 ગામોના 60 બ્લોક પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદ કરાયેલા વિસ્તારોમાં જે પ્રિ-ટેસ્ટ કામગીરી 10 થી 30 નવેમ્બર દરમિયાન હાથ ધરવાની છે તેની જાણકારી પણ જનગણના નિયામક આપી હતી.

આ વેબસાઈટ લોન્ચિંગ અવસરે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને જનગણના નિયામક કચેરી ગુજરાતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગર:મહાત્મા મંદિર રોડ ઉપર થયો ગમખ્વાર અકસ્માત

આ પણ વાંચો:યુપીના મુઝફ્ફરનગરમાં ગમખ્વાર કાર અકસ્માત: ગાંધીનગરથી કેદારનાથ જતાં 4 મિત્રોનું મોત, 1 ગંભીર રીતે ઘાયલ

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત