Islamabad News/ ભારત પર હુમલાની તૈયારી, આતંકી હાફિઝ સઈદ બાંગ્લાદેશ પહોંચ્યો : લશ્કર કમાન્ડરે જણાવ્યું

હાફિઝ સઈદે પોતાના નજીકના સાથીને બાંગ્લાદેશ મોકલ્યો છે, જે ત્યાંના યુવાઓને ટ્રેનિંગ આપી રહ્યો છે

Top Stories World

Islamabad News : આતંકવાદી હાફિઝ સઈદ ભારત પર હુમલા માટે નવાં ષડયંત્ર બનાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સઈદ આ હુમલા માટે બાંગ્લાદેશને લોન્ચપેડ તરીકે તૈયાર કરી રહ્યો છે.આ ખુલાસો પાકિસ્તાનના ખૈરપુર તામેવાલીમાં 30 ઓક્ટોબરના રોજ થયેલી એક રેલીના વીડિયોમાંથી થયો છે. લશ્કર-એ-તૈયબાના સિનિયર કમાન્ડર સૈફુલ્લાહ સૈફે કહ્યું- હાફિઝ સઈદ ખાલી બેઠા નથી, તેઓ બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે.

સૈફે કહ્યું- ભારત આપણી ઉપર હુમલો કરી રહ્યું હતું, અમેરિકા તેમની સાથે હતું, પરંતુ આજે તેમનો સાથ કોઈ આપતું નથી. સૈફે દાવો કર્યો કે લશ્કરના આતંકી પહેલાંથી જ બાંગ્લાદેશમાં સક્રિય છે અને ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવાની તૈયારીમાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાફિઝ સઈદે પોતાના નજીકના સાથીને બાંગ્લાદેશ મોકલ્યો છે, જે ત્યાંના યુવાઓને ટ્રેનિંગ આપી રહ્યો છે.રેલીમાં આતંકવાદી સૈફે લોકોને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે ઉશ્કેર્યા હતા. રેલીમાં બાળકો પણ હાજર હતા. આતંકવાદી સંગઠનો સગીરોને પણ ઉશ્કેરીને તેમનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરવા માગે છે.
સૈફે 9-10 મેની રાત્રે થયેલા ‘ઓપરેશન સિંદૂર’ના જવાબમાં આ કાર્યવાહી હોવાનો પાકિસ્તાની સેનાની પ્રશંસા કરતી વખતે ખોટો દાવો કર્યો હતો.તેણે કહ્યું, હવે અમેરિકા આપણી સાથે છે. બાંગ્લાદેશ પણ ફરીથી પાકિસ્તાનની નજીક આવી રહ્યું છે.

ડેપ્યુટી ચીફે હિન્દુઓનો નાશ કરવાની ધમકી આપી હતી

તાજેતરમાં ભારતમાંથી હિન્દુઓનો નાશ કરવાની ધમકી આપતો લશ્કર-એ-તૈયબા (LeT)ના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે આપી રહ્યો છે. આ વીડિયો 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પહેલાં લેવામાં આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટસમાં જણાવાયું છે.. કસુરી આ હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક છે.

વીડિયોમાં તે કહે છે, આપણો કાફલો ન તો રોકાશે કે ન તો થોભશે અને જ્યાં સુધી આપણે આખા ભારતમાં ‘લા ઇલાહા ઇલ્લાલ્લાહ’ (અલ્લાહ સિવાય કોઈ નથી)નો ધ્વજ લહેરાવીશું નહીં ત્યાં સુધી શાંતિથી બેઠીશું નહીં.’

કસુરીએ આગળ કહ્યું- સમય આવી જ રહ્યો છે, કોઈ નિરાશા નથી. આપણે જે મેદાન પર ઊભા છીએ ત્યાં આપણા દુશ્મનને હરાવી દીધા છે. આ હિન્દુઓ આપણી સામે શું છે? ભારતના હિન્દુઓનો નાશ થશે અને ઇસ્લામનું શાસન આવવાનું છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફરીદાબાદમાં લાલ સૂટકેસમાંથી મહિલાનું ધડ મળી આવતાં ચકચાર

આ પણ વાંચો:ફરીદાબાદમાં 11 વર્ષના પુત્ર સાથે માતાનું ક્રૂર વર્તન, નિર્દોષનો ગુનો શું?

આ પણ વાંચો: ફરીદાબાદમાં હોટેલમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી,સંબંધી વિરૃધ્ધ ગુનો