સુરત,
અમદાવાદ બાદ સુરતમાં પણ સરકારી અવાસનું નબળું બાંધકામ જોવામળ્યુ છે. સુરતમાં તંત્રની પોલ ખૂલી પડી છે. ભેસ્તાન આવસમાં સ્લેબ તૂટી પડતા 200 લોકો તંબુમાં આશરો લેવા મજબુર બન્યા છે.
સ્થાનિક ગરીબ લોકો સાત વર્ષમાં રસ્તા પર આવી ગયા છે સાત જ વર્ષમાં સ્લેબના સળીયા બહાર આવી ગયા છે. બાવીસ બિલ્ડીંગમાં વસતા હજારો લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભેસ્તાન ઈડબ્લુએસ આવાસમાં બિલ્ડીંગ નંબર 6માં ફ્લેટ નંબર 32નો સ્લેબ તૂટી પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગઈકાલે સરકારી વસાહતના બે બ્લોક તુટી પડવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં તંત્રની પોલ ખુલી પડી હતી, આ દુર્ઘટનામાં એક વ્યક્તિનુ મોત થયુ હતું,જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત હતાં. ત્યારે આજ રોજ મંતવ્ય ન્યુઝ દ્વારા સુરતમાં પણ સરકારી વસાવત નું રિયાલટી ચેક કરવામાં આવ્યું હતુ. જેમાં પણ તંત્રની પોલ ખુલી પડી હોય તેવું લાગી રહ્યું છે.
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી આવાસમાં વર્ષો પહેલા લોકો ઝુંપડપટ્ટી બાંઘીને રહેતા હતા. દરમિયાન સરકાર દ્વારા તેઓને ઝુંપડ પટ્ટીને જગ્યા પર આવાસ બનાવી આપવામાં આવ્યા હતા. આ જગ્યા પર સાત વર્ષ પહેલા પાલિકાના ભ્રષ્ટ ભાજપ શાસકોએ ખખડધજ આવસો પઘરાવી દીધા હોવાનો પણ મોટો ખુલાસો થયો છે. માત્ર સાત જ વર્ષમાં લોકો રસ્તા પર આવી ગયા છે. અહીં પાલિકા દ્વારા 22 બિલ્ડીગો બનાવી આપવામાં આવી છે.

EWS આવાસમાં બિલ્ડીંગ નંબર-6 માં ફલેટ નં-32નો સ્લેબ તુટી પડયો છે. સદનસીને કોઈને જાનહાનિ નથી થઈ, જર્જરીત આવાસના સ્લેબ તુટી પડવાની લીધો 200 જેટલા લોકો તંબુ બનાવીને રહેવા મજબુર બન્યા છે. આ 22 બિલ્ડીંગોમાં રહેતા હજારો લોકો હાલ મોતના મુખમાં રહેતા હોય તેવું લાગી રહયું છે.

ગમે ત્યારે આ આવાસો ઘરાશયી થાય તો એ પણ નવાઈની વાત નથી, અહીં ખાસ કરીને શ્રમજીવીઓ વસવાટ કરી રહયા છે. જેથી તેઓનેના છુટકે અહીં રહેવા માટે મજબુર પણ બન્યા છે. તેઓના કહેવા પ્રમાણે આ સરકારી આવાસમાં રહેવા કરતાં ઝુંપડપટ્ટીમાં અમે લોકો સલામત રહીએ છીએ.

એક મહિના પહેલા અહીં સુરત મનપા મેયર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને જર્જરીત આવાસનું રિનોવેશન કરી આપીશુના ખોટા આશ્વાસન પણ આપવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી, અહીંના લોકો બાજુમાં અવેલા કોમન પ્લોટમાં ઝુંપડપટ્ટી બાંધીને રહેવા માટે મજબુર બન્યા છે. ભ્રષ્ટ તંત્ર કયારે જાગશે તેની રાહ જોઈ રહ્યા છે.
