નવી દિલ્હી,
દેશના અગ્રણી રિટેલ ગ્રુપમાંના એક ફ્યુચર ગ્રુપ દ્વારા દસ દિવસ પહેલા જ પોતાની ૧૦ ટકા ભાગીદારી વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફ્યુચર ગ્રુપના પ્રમોટર કિશોર બિયાની દ્વારા આ હિસ્સો વેચીને ૨૮૦૦ થથી ૩૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાનો પ્લાન હતો, ત્યારે હવે આ ગ્રુપની ૧૦ ટકા હિસ્સો ખરીદવા માટે દુનિયાની દિગ્ગજ રિટેલ કંપનીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે.
આ યાદીમાં ગુગલ, એમેઝોન, અલીબાબા અને વોલમાર્ટ વચ્ચે ફ્યુચર ગ્રુપની આ હિસ્સેદારી ખરીદવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

રિટેલની દુનિયાના જાણકારોનું માનવું છે કે, આ ડીલથી ભારતમાં રિટેલ સેકટરનું આગામી ભવિષ્ય નક્કી થઇ શકે છે.
જો કે ત્યારબાદ પણ ફ્યુચર ગ્રુપ દ્વારા પોતાની ૧૦ ટકા હિસ્સેદારી વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ માટે દુનિયાની દિગ્ગજ કંપનીઓ લાગેલી છે.
અલીબાબા રમશે આ દાવ
ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબા ભારતીય બજારમાં પેટીએમમાં પોતાની ભાગીદારીના કારણે ઉપસ્થિત છે. અલીબાબાની નજર હવે ૨૦૧૯ સુધી ભારતના બજારમાં પોતાની ગ્રોસ સેલ હાલની ૩.૫ મિલિયન ડોલરથી વધારી ૧૦ બિલિયન સુધી પહોચાડવાનો છે.
ગુગલની રણનીતિ
દુનિયાભરમાં સર્ચ એન્જીનના નામે ઓળખાતા ગુગલ પોતાના શોપિંગ સર્વિસ ગુગલ એક્સ્પ્રેસને ભારતમાં મજબૂત કરવાની કોશિશમાં છે. દેશના રિટેલ વેપારમાં પકડ મજબૂત બનાવવા ગુગલ દ્વારા નેબર્લી લોન્ચ કરાયું છે અને ભારતમાં હાઈપર લોકલ ઈંટરનેટ ગ્રુપ તૈયાર કર્યું છે. આ ઉપરાંત ગુગલે ચીનના જેડી કોમમાં ૫૫૦ મિલિયન ડોલરનું રોકાણ પણ કર્યું છે.
એમેઝોનની નજર પોતાના રિટેલ માર્કેટના વિસ્તાર પર
ભારતના રિટેલ માર્કેટમાં અમેરિકાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા અત્યારસુધીમાં ૪ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. અમેઝોન દ્વારા સપ્ટેમ્બર, ૨૦૧૭ દરમિયાન ભારતીય રિટેલ સ્ટોર સ્ટોપમાં ૧૮૦ કરોડ રૂપિયામાં ૫ ટકા હિસ્સો ખરીદ્યો હતો.
આ ઉપરાંત એમેઝોનની નજર હવે ગોલ્ડમેન સૈક્સ અને સમારા કેપિટલ સાથે મળી કોન્જોર્ટીયમ બનાવવા માટે કવાયત હાથ ધરી છે જેનાથી તેઓ બિરલા ગ્રુપના ફૂડ અને ગ્રોસરી સ્ટોર મોરમાં હિસ્સો ખરીદી શકે.
ફ્યુચર ગ્રુપની નજર પોતાના માર્કેટના વિસ્તાર પર
ફ્યુચર ગ્રુપની વાત કરવામાં આવે તો હાલમાં આ ગ્રુપ પાસે દેશમાં ૧૦૩૪ રિટેલ સ્ટોર, કુલ ૧૪.૫ મિલિયન સ્કેવર ફીટ રિટેલ સ્પેસ સાથે ૫૦૦ મિલિયન ગ્રાહકો પ્રતિ વર્ષ છે. આ ઉપરાંત ફ્યુચર ગ્રુપની એન્યુઅલ ઇન્કમ નાણાકીય વર્ષ ૨૦૧૭ – ૧૮માં ૧૮,૨૦૦ કરોડ રૂપિયા રહી હતી.
જયારે કંપનીની માર્કેટકેપ ૨૬,૦૯૦ કરોડ રૂપિયાને આંબ્યું છે. કંપનીના પ્રમોટર પાસે કુલ ૪૦.૩૩ ટકા ફ્યુચર ગ્રુપની હિસ્સેદારી છે.
જો કે કેટલાક વર્ષોમાં ફ્યુચર ગ્રુપની ઓનલાઈન અને ઓફલાઈન રિટેલમાં રિલાયન્સ રિટેલ, વોલમાર્ટ અને એમેઝોન જેવા ગ્લોબલ રિટેલ દિગ્ગજોથી મોટો પડકાર મળી રહ્યો છે. પરંતુ ત્યારબાદ પણ ફ્યુચર ગ્રુપ પોતાની સાખ બનાવવામાં લાગી છે અને તેઓની નજર ૨૦૨૫ સુધી ૧ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સુધી પહોચવાની છે.
