Gandhinagar News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ઓરિસ્સા રાજ્યના રાજ્યપાલ ડો. હરિ બાબુ કંભમપતિએ ગાંધીનગરમાં લીધી હતી

સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ગરિમામય ઉજવણી  નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારત પર્વ તથા એકતા પ્રકાશ પર્વથી 15 નવેમ્બર સુધી યોજાઇ રહી છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: PM નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150ની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી સાથે આયોજિત ભારત પર્વમાં ઓરિસ્સાના ગવર્નર  8મી નવેમ્બરે ઉપસ્થિત રહ્યા હતા.

સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ગરિમામય ઉજવણી  નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારત પર્વ તથા એકતા પ્રકાશ પર્વથી 15 નવેમ્બર સુધી યોજાઇ રહી છે.

આ ભારત પર્વમાં દેશના વિવિધ રાજ્યોની  સાંસ્કૃતિક પ્રસ્તુતિ રોજ રાત્રે કરીને અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનો ધ્યેય પાર પડી રહ્યો છે.

એક ભારત, શ્રેષ્ઠ ભારત અંતર્ગત આ પર્વમાં જે રાજ્યોની કલાકૃતિઓનું નિદર્શન અને પ્રસ્તુતિ થાય તે રાજ્યના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહિત કરતાં રહે છે.

 તદઅનુસાર, 8મી નવેમ્બરે ભારત પર્વમાં ઓરિસ્સા રાજ્યના કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ થઈ હતી. રાજ્યપાલ   ડો. હરિ બાબુ  કંભમપતી આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

 તેણે એકતાનગર ખાતે એકતા પ્રકાશ પર્વની રોશની, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર રિવર બેડ પાવર હાઉસ, બટરફ્લાય પાર્ક, ફૂડ કોર્ટ, હસ્તકલા હાટ, થીમ પેવેલિયન વગેરેની પણ મુલાકાત લીધી હતી.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથેની પોતાની શુભેચ્છા મુલાકાત દરમિયાન ઓરિસ્સાના રાજ્યપાલ એ એકતાનગરને એક સંપૂર્ણ વિશ્વ પ્રવાસનધામ તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની સફળતાની સરાહના કરી હતી.

ભારત પર્વમાં સહભાગી થવા આવેલા કલાકારો, હસ્તકલા કારીગરો સહિત પ્રવાસીઓ માટે કરવામાં આવેલી સુંદર વ્યવસ્થાઓથી તેઓ પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યક્ત કરી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓરિસ્સાના રાજ્યપાલ ને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રી ના અધિક અગ્ર સચિવ  મતી અવંતિકા સિંઘે રાજ્યપાલ ને આવકારીને  તેમનું સ્વાગત અભિવાદન કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 20 નવેમ્બરથી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં  ‘ભારત ટેક્સી’ શરૂ થશે:કમિશન નહીં આપવું પડે

આ પણ વાંચો: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ગાંધીનગર જિલ્લાના નાદોલ તેમજ વીરા તલાવડી ગામના ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા

આ પણ વાંચો: ગાંધીનગરના ખેડૂત અમૃત પટેલે ખેતીને માત્ર પેટ ભરવાનું સાધન નહીં, પણ સમૃદ્ધિનું માધ્યમ બનાવ્યું…