Not Set/ આર જે દેવકી સામે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી,અહીં જાણો કારણ

અમદાવાદ હાલ નવરાત્રિ મહોત્સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે ત્યારે કેટલાંક કમનસીબ બનાવો પણ સામે આવી રહ્યાં છે.અમદાવાદમાં એક પાર્ટી પ્લોટમાં નવરાત્રિ દરમિયાન ગરબાનું સંચાલન કરી રહેલાઓનું ભુલથી એક બાળક ઇજાગ્રસ્ત થયો હતો.બાળક ઇજાગ્રસ્ત થતાં તેના પિતાએ પોલિસમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર એક જાણીતા એફ એમ રેડિયો સ્ટેશન દ્રારા ગરબાનું આયોજન કરવામાં […]

Ahmedabad Top Stories Gujarat

અમદાવાદ

હાલ નવરાત્રિ મહોત્સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે ત્યારે કેટલાંક કમનસીબ બનાવો પણ સામે આવી રહ્યાં છે.અમદાવાદમાં એક પાર્ટી પ્લોટમાં નવરાત્રિ દરમિયાન ગરબાનું સંચાલન કરી રહેલાઓનું ભુલથી એક બાળક ઇજાગ્રસ્ત થયો હતો.બાળક ઇજાગ્રસ્ત થતાં તેના પિતાએ પોલિસમાં ફરિયાદ નોંધાવી છે.

mantavyanews.com

અમદાવાદના સિંધુ ભવન રોડ પર એક જાણીતા એફ એમ રેડિયો સ્ટેશન દ્રારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.માહી પાર્ટી પ્લોટમાં આયોજીત ગરબાના આયોજકોએ ખૈલેયાઓને ઓડિયો સીડી વહેંચવાનું નક્કી કર્યું હતું.ગરબાના મંચ પરથી રેડિયો સ્ટેશનના રેડિયો જોકી દ્રારા ખૈલેયાઓ તરફ સીડી ફેંકવામાં આવી રહી હતી.સ્ટેજ પરથી ખૈલેયાઓને સીડી ફેંકવામાં આવતા એક બાળકને તે વાગી ગઇ હતી.

mantavyanews.com

સીડી વાગતા બાળક ઇજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બાળક ઇજાગ્રસ્ત થતાં તેના પિતાએ વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ જાણીતા રેડિયો જોકી દેવકી, નિષિતા, હર્ષ, ધ્રુમિલ અને આયુષ સામે ફરિયાદ નોંધાવી હતી. સલામતી ન જોખમાય તે અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.