Surat News : સુરતમાં સમાજસેવક પ્રવિણ ભાલાળાએ ઓરિસ્સાના વૃધ્ધ સાથે રૂ.6.16 કરોડ ની છેતરપિંડી કરી છે. આમ સમાજસેવક પ્રવિણ ભાલાળા ઠગ નીકળ્યો છે. ભાલાળાએ વ-ધ્ધને વિશ્વાસમાં લઈને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. છેતરપિંડીના આ કેસમાં એક જ પરિવારના 3 સહિત 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
જોકે સમાજસેવક પ્રવીણ ભાલાળા પરિવાર સાથે ફરાર થઈ ગયો છે. તપાસમાં ઠગ પ્રવીણે ગૌસેવક તરીકે સમાજસેવા શરૂ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેણે ગુજરાત વિકાસ સમિતિની સ્થાપના પણ કરી હતી. પ્રાથમિક તપાસમાં રૂ. 6.16 કરોડમાંથી રૂ. 15 લાખ પ્રવીણને મળ્યા હોવાનું બહાર આવ્યું છે.
છેતરપિંડીની આ રકમ રૂપિયા ઠગ પ્રવીણના બેંક ખાતામાં જમા થઈ હોવાનું પણ સામે આવ્યું છે. કેસમાં ઓરિસ્સા પોલીસે 5 લોકોને કોર્ટમાં રજૂ કર્યા હતા. આરોપીઓના 5 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. ભોગ બનનાર વૃદ્ધે ઓરિસ્સા CID સાયબર ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી. બાદમાં ઓરિસ્સા પોલીસે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો:યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જાગૃતિ અભિયાન હાથ ધર્યું
આ પણ વાંચો:યુવાધનને બરબાદ કરતું નશીલા પદાર્થનું રાજ્ય વ્યાપી કૌભાંડ, 18 કિલો ગાંજો જપ્ત