Surat News : સુરતના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નોત્સવ (Mass Wedding) માં 67 નવયુગલોએ લગ્નબંધનમાં બંધાઈ ઇતિહાસ રચ્યો. શાહી ઠાઠ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજસેવા અને સમાનતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો.
દાતાએ પોતાની બે દીકરીઓનું પણ આ જ મંડપમાં કન્યાદાન કર્યું
સમૂહ લગ્ન (Mass Wedding)નો સમગ્ર ખર્ચ ઉપાડનાર મુખ્ય દાતા **રણછોડભાઈ ભડિયાદ્રા (દાજી)**એ પોતાની બે દીકરીઓને પણ આ જ મંડપમાં પરણાવી સમાજને સમાનતા અને સાદગીનો સંદેશ આપ્યો.
નાયબ મુખ્યમંત્રીએ સોનાની પાઘડી પહેરાવી સન્માન કર્યું

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રણછોડભાઈને 10 તોલાની સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કર્યા. સાથે જ તેમણે સમાજને રૂઢીચુસ્ત વિચારોથી બહાર આવવા અને વહુને દીકરી સમાન સ્વીકારવા ભાવસભર અપીલ કરી.
‘બે હાથ જોડીને વિનંતી છે…’ – હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું કે, ભરવાડ, રબારી અને આહિર સમાજ પરિવાર મૂલ્યોમાં આદર્શ છે હવે આર્થિક રીતે નબળા પરિવારોને મદદરૂપ નિયમો બનાવવાની જરૂર દીકરીઓની કુશળતાને આગળ વધવા તક આપવી જોઈએ લગ્ન કરીને આવતી દીકરીને વહુ નહીં, દીકરી સમજી અપનાવવી જોઈએ
દરેક દીકરીને 75 વસ્તુઓની કરિયાવર ભેટ

આ સમૂહ લગ્ન (Mass Wedding) માં દરેક દીકરીને ઘરવખરીની 75થી વધુ વસ્તુઓ ભેટરૂપે આપવામાં આવી, જેને હાજર સૌ કોઈએ દિલથી વખાણી. 1500 સ્વયંસેવકોની મદદથી શિસ્તબદ્ધ આયોજનહજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો વચ્ચે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 1500થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા.
શૂન્યમાંથી શિખર સુધી – રણછોડભાઈની પ્રેરણાદાયી જીવનયાત્રા
11 વર્ષની ઉંમરે ઘર છોડ્યું
પશુપાલન, ટેમ્પો ચલાવી ગુજરાન
1985 અને 2006માં કુદરતી આફતોમાં સૈંકડો ભેંસો ગુમાવી
ફરીથી શૂન્યથી શરૂ કરી જમીન વ્યવસાયમાં સફળતા
આજે કરોડો રૂપિયાનો ખર્ચ કરી 67 દીકરીઓનું કન્યાદાન
પ્રમુખ ઉપસ્થિતિ
આ સમૂહ લગ્ન (Mass Wedding) કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર, ધારાસભ્યો, મંત્રીઓ, સાધુ-સંતો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
