Gujarat News: 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ દ્વારા ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી.

આ ગૌરવશાળી પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલઓ તથા સરકારી વકીલઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ન્યાયિક અધિકારીઓ, સિનિયર વકીલઓ, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યો તેમજ હાઇકોર્ટના રજીસ્ટ્રીના અધિકારીઓ અને કર્મચારીગણે બહોળી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમાં ખેતી બેંક ચેરમેન ડોલર કોટેચાની નિમણૂંકને પડકાર, સત્તાવાળાઓને નોટિસ
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં કેજરીવાલ-સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટનો ઝાટકો
આ પણ વાંચો: જૂનાગઢના વિવાદાસ્પદ ખંડણીના કેસમાં આરોપીની સજા જાળવી રાખતી ગુજરાત હાઇકોર્ટ
