IAS Jayanti Ravi: ગુજરાતમાં કોરોનાએ ફૂંફાડો માર્યો ત્યારે આ ચેપી રોગની સામે શુ કરવું તેને લઇને પ્રજાથી લઈને વહીવટીતંત્રમાં કોઈને પહેલાં તો ખબર જ ન હતી કે શું કરવું. આવા અજાણ્યા શત્રુ સામે મેદાનમાં ઉતરીને બરોબરની બાથ ભીડી આરોગ્ય અને 1991ના ગુજરાત કેડરના IAS અધિકારી સચિવ જયંતિ રવિ (IAS Jayanti Ravi)એ. કોરોના (Corona) સમયે આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં કોરોનાના પ્રથમ કેસના રિપોર્ટિંગથી લઈને તેની સામેની લડતની વ્યૂહરચનાથી સાથે આખા રાજ્યમાં હેલ્થ ગાઇડલાઇન્સનું પાલન કરાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના ચુસ્ત અમલીકરણે કેટલાય લોકોને મોતના મુખમાંથી બચાવ્યા હતા.
IAS Jayanti Ravi: કોરોના કાળમાં ઉત્તમ કામગીરી
કોરોના કાળમાં જયંતિ રવિને કામગીરીએ અસંખ્ય ગુજરાતીઓનો જીવ બચાવ્યો હતો, તેમણે કોરોનાના પડકારને ત્રણ તબક્કામાં વહેંચી દીધો હતો. એક તો પ્રારંભિક તબક્કાના કેસ, જેની સારવાર પહેલાં ઘરે હોમ આઇસોલેશનમાં રહીને આપવામાં આવતી હતી. બીજા તબક્કામાં થોડા ગંભીર કેસ જેની કેસ જે તે વિસ્તારના વોર્ડના પ્રાથમિક ઉપચાર કેન્દ્ર અને સામાન્ય હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ (Hospital treatment) અપાતી હતી. જયારે ગંભીર કેસોનો સિવિલ સુધી લાવવામાં આવતા હતા. તેમણે જરૂર પડી ત્યાં સામાજિક સંસ્થાઓની મદદ લીધી હતી.

ધન્વન્તરી રથની પરિકલ્પનાનો દેશમાં ઉપયોગ
કોરોના (Corona)માં ઘરે હોમ આઇસોલેશનમાં રહેલાં દર્દીઓની સારવાર માટે ધન્વંતરી રથનો અનોખો ખ્યાલ તેમની પરિકલ્પના હતી. તેમની આ પરિકલ્પના ફક્ત ગુજરાત પૂરતી જ સીમિત ન રહેતા રાષ્ટ્રીય મોડેલ બની ગઈ હતી. ઘરે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીની સારવાર ધન્વન્તરી રથ દ્વારા કરવામાં આવતી હતી. આજે પણ રાજ્યના જે તે શહેરમાં રોગચાળો ફેલાય છે ત્યારે તરત જ ધન્વન્તરી રથ દોડતો કરવામાં આવે છે. આજે પણ રાજ્યના ગરીબ વિસ્તારો અને ઝૂંપડપટ્ટીઓમાં ધન્વન્તરી રથ તેઓની જીવનરેખા માનવામાં આવે છે. તેમનું આ મોડેલ આજે દેશમાં ઉપયોગમાં લેવાય છે અને કોરોના વોરિયર તરીકે પણ તેમને ભારત સરકારનો એવોર્ડ મળ્યો છે.

ઇ-ગવર્નન્સમાં માસ્ટર્સની ડિગ્રી ઉપયોગી નીવડી
તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવી છે. તેમણે ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ઇ-ગવર્નન્સમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તેમણે ગાઇડેડ એન્જિનીયરિંગમાં પી.એચડીની ડિગ્રી મેળવી છે. તેમની આ શૈક્ષણિક સજ્જતાએ તેમને રાજ્યમાં ઇ-ગવર્નન્સનો ઉપયોગ કરવામાં અને સીએમના ડેશબોર્ડ સુધી રાજ્યની લગભગ બધી જ મહત્વની વિગતો પહોંચાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે. તેના કારણે આજે લગભગ દરેક સરકારી વિભાગ પેપરલેસ થવા જઈ રહ્યો છે. ઇ-ગવર્નન્સ દ્વારા તેમણે ભ્રષ્ટાચારમાં ઘટાડો કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. આમ શિક્ષણ અને આરોગ્ય વિભાગમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી)નો ઉપયોગ કરવા બદલ તેમને ભારત સરકારે એવોર્ડ આપ્યો છે.
ટેકનોલોજીની મદદથી લોકાભિમુખ વહીવટ
જયંતિ રવિ (IAS Jayanti Ravi) જ્ઞાનનો અને ટેકનોલોજીનો ઉપયોગ સમાજ અને જીવનનું ધોરણ ઉપર લાવવામાં માને છે. તેના લીધે તેમણે રાજ્યના પંચમહાલ (Panchmahal) જેવા જિલ્લામાં કરેલી કામગીરીને આજે પણ ઉદાહરણરૂપ માનવામાં આવે છે. એક અધિકારી સમાજનું સ્તર ઉપર લાવવા માટે શું કરી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત તે ગંદકીને રોગની જનની માને છે, તેથી સ્વચ્છતાના તે જબરદસ્ત આગ્રહી છે. પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો તેના સાક્ષી છે.

શિક્ષણ પર ભાર
જયંતિ રવિ (IAS Jayanti Ravi) પોતે ઉચ્ચશિક્ષણ (Higher education) મેળવનારા હોઈ હંમેશા લોકોને શિક્ષણ તરફ વાળવા પ્રયત્નશીલ રહ્યા છે. વિદ્યાર્થીઓને આપવામાં આવતું શિક્ષણની હંમેશા તેમને વિશેષ રૂચિ રહી છે. તેથી આજે ગુજરાત સરકારે શરૂ કરેલી મફત ટેબ્લેટની યોજના પાછળ તેમનું જ ભેજું માનવામાં આવે છે. હાયર એજ્યુકેશનના કમિશ્નર તરીકે તેમણે કરેલા શૈક્ષણિક સુધારા આજે પણ બેમિસાલ માનવામાં આવે છે. તેમની માન્યતા છે કે વિદ્યાર્થીઓને ભણાવવાની પદ્ધતિ જ ખોટી છે. વાસ્તવમાં વિદ્યાર્થીને શિક્ષણમાં રસ લેતા કરવાની જરૂર છે. એક વખત રસ લેશે પછી તેમને જ્ઞાન મેળવતા કોઈ નહીં રોકી શકે.
કલા-સાહિત્યમાં વિશેષ રૂચિ
હાલમાં કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પર પોંડિચરીમાં ઓરોવિલ ફાઉન્ડેશનમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા જયંતિ રવિ શિક્ષણની સાથે-સાથે કલાના પણ ઉપાસક છે. વહીવટની સાથે-સાથે કલા અને સાહિત્યમાં પણ તેમણે ઊંડો રસ કેળવ્યો છે. સામાન્ય રીતે વહીવટી અધિકારી માટે કલા અને સાહિત્ય પારસ્પરિક ધોરણે વિરોધી અભિગમ માનવામાં આવે છે. તેનું ઉદાહરણ પણ છે કે બહુ ઓછા વહીવટી અધિકારીઓ ઊંડી કલાસૂઝવાળા અને સાહિત્યમાં રસ ધરાવતા જોવા મળ્યાં છે. પણ જયંતિ રવિ અપવાદ છે. તેઓ સારા શાસ્ત્રીય ગાયિકા પણ છે, કર્ણાટકી સંગીતમાં તેમને નિપુણતા હાંસલ છે.

આ ઉપરાંત તેમણે સેનિટી ઇન સેનિટેશન અને સિલ્વર લાઇનિંગ-સેલિબ્રેટિંગ ધ ટવેન્ટીફિફ્થ યર ઓફ ઇન્ડિયાસ ઇકોનોમિક રિફોર્મ્સ જેવા પુસ્તકો પણ લખ્યા છે. આ પુસ્તકો દર્શાવે છે કે તેઓ કેવો ગહનશીલ અને ઊંડો વૈચારિક અભિગમ ધરાવે છે.
35 વર્ષ કરતાં પણ વધુ વર્ષનો વહીવટી અનુભવ ધરાવતા જયંતિ રવિ (IAS Jayanti Ravi)એ પ્રારંભિક વર્ષોમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કર્યુ હતુ. તેના પછી પંચમહાલમાં જિલ્લા કલેક્ટર તરીકે યશસ્વી કામગીરી નીભાવ્યા પછી હાયર એજ્યુકેશન કમિશ્નર તરીકે ઉદાહરણરૂપ કામગીરી કરી હતી. આ માટે એવોર્ડ પણ મેળવ્યો હતો. આજે જે ઓનલાઇન એડમિશન, ઓનલાઇન ફી અને ઓનલાઇન પરિણામ જોવા મળે છે તે તેમની દેન છે. હેલ્થ સેક્રેટરી તરીકે તેમણે રાજ્યમાં પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેથી આજે રાજ્યના દરેક શહેરના દરેક વોર્ડમાં પ્રાથમિક ઉપચાર કેન્દ્ર જોવા મળે છે. શ્રમ અને રોજગાર વિભાગના સચિવ તરીકે તેમણે સ્કીલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. તેમની યશસ્વી કામગીરીનું વળતર આજે પણ ગુજરાતને મળી રહ્યું છે.
આ પણ વાંચો:રાજ્યમાં કામગીરી વડે સુવાસ ફેલાવતા IAS સૌરભ પારધી
આ પણ વાંચો:સ્વચ્છ અને પારદર્શક વહીવટને મુદ્રાલેખ માને છે IAS મમતા વર્મા
આ પણ વાંચો:હિન્દી મીડિયમની સફળતાનું મૂર્તિમંત ઉદાહરણ IAS ડો. વિક્રાંત પાંડે
