MANTAVYA Vishesh/ રાજ્યમાં કામગીરી વડે સુવાસ ફેલાવતા IAS સૌરભ પારધી

સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો કાર્યશીલ પ્રયત્ન – IAS Sourabh Pardhi

Mantavya Vishesh
ias sourabh pardhi

IAS Sourabh Pardhi: કામગીરી વડે સુવાસ ફેલાવવાની હોય તો તે કોઈ ગુજરાત કેડરના મહારાષ્ટ્રીય IAS અધિકારી સૌરભ પારધી પાસેથી શીખે. ગુજરાતની પ્રગતિની સાથે-સાથે ગુજરાતના તંત્રને પણ ગતિશીલ બનાવવાની જરૂરિયાત વર્તાવવા માંડી, જેથી પ્રગતિ કરતી ગુજરાતની પ્રજાનો આકાંક્ષાનો પડઘો પાડી શકાય. તેમા સરકારના પક્ષે એક મહત્વના નામ તરીકે ઉભરી આવ્યા હોય તો તે છે IAS સૌરભ પારધી (IAS Sourabh Pardhi).

લાસ્ટ માઇલ કનેક્ટિવિટી: ગુજરાતના વિકાસમાં નેતૃત્વ

ગુજરાત કેડરના ભારતીય વહીવટી સેવા (IAS)ના 2011ની કેડરના ડો. પારધીએ બદલાતા સમયની જરૂરિયાતને પારખી હતી. તેની સાથે તંત્રએ પણ પ્રજાની આકાંક્ષાઓને પાર પાડવા માટે કયા પ્રકારની ભૂમિકા ભજવવી પડશે તેનો તેમને ખ્યાલ આવી ગયો હતો. પરિવહન ક્ષેત્રને લાસ્ટ માઇલ કનેક્ટિવિટીનો સિદ્ધાંત તેમણે પ્રજાકીય સેવામાં ઉતાર્યો હતો અને સરકારી યોજનાઓને લાસ્ટ માઇલ સુધી એટલે કે છેવાડાના માનવી સુધી પહોંચે તે કલ્પના તેમણે ચરિતાર્થ કરી હતી. આ માટે તેમણે ગામડા ખૂંદવામાં પણ જરા પણ છોછ અનુભવી ન હતી કે નાકનું ટીચકું પણ ચડાવ્યું ન હતું.

IAS Sourabh Pardhi

લોકાભિમુખ નેતૃત્વ

હાલમાં ગુજરાતમાં તેઓ સુરતના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ માને છે કે કોઈપણ વહીવટીતંત્રનો ચહેરો પારદર્શક હોવાની સાથે કરુણાપૂર્ણ અને માનવીય હોવી જોઈએ. વહીવટ લોકાભિમુખ હોવો જોઈએ. આ માટે તેમણે વ્યવસાયિક ક્ષેત્રની તેમની કાબેલિયતનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. તેઓ માને છે કે ઉચ્ચ અભ્યાસ વહીવટી નિપુણતાને વધારે કાર્યક્ષમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

લોકાભિમુખ વહીવટ અને ફરિયાદ નિવારણ

તેમના લોકાભિમુખ વહીવટનો પુરાવો એ છે કે તેમણે જાહેર ફરિયાદ નિવારણને બીજા કોઈપણ અધિકારી કરતાં વધુ પ્રાધાન્ય આપ્યું છે. તેઓ માને છે કે પ્રજાની સેવા કરવી હોય તો તેની ફરિયાદોનું નિવારણ કરવું જરૂરી છે. IAS Sourabh Pardhiએ ફરિયાદોના નિવારણ માટે સમયલક્ષી ઉકેલની લાવેલી પ્રક્રિયા જાહેર વહીવટમાં ફરિયાદ નિવારણ તંત્રમાં મોટો માપદંડ બની ગયો છે. આ સિવાય જળ સંરક્ષણ અને શહેરી વિકાસમાં પણ IAS Sourabh Pardhi મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

IAS Sourabh Pardhi

M.B.B.S. ડિગ્રી ધરાવતા IAS: જાહેર આરોગ્ય ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન

નાસિકની MUHS કોલેજમાંથી M.B.B.S. ની ડિગ્રી મેળવવાના લીધે તેઓ જાહેર આરોગ્યના મોરચે નોંધપાત્ર પ્રદાન આપી શક્યા છે. તે પોતે કબૂલે છે કે જાહેર આરોગ્ય વાસ્તવમાં ધાર્યુ હતુ તેના કરતાં પણ વધુ જટિલ ક્ષેત્ર છે. જો આ કોઈ મેડિકલ સિવાયનો અધિકારી આ ક્ષેત્રને સંભાળવા જાય તો તેના નિષ્ફળ જવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. તેનું કારણ એ છે કે આ સ્પેશ્યલાઇઝ્ડ ફિલ્ડ હોવાથી તેની ડીમાન્ડ જ જુદી છે. તેની સાથે તેનો વ્યાપ ઘણો વિશાળ છે. તેમાં તમે જેટલું કરી શકો તેટલું ઓછું પડે છે.

આખુ પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવું પડે છે. તેમા જિલ્લા દીઠ નહીં પણ શહેરના વોર્ડ દીઠ જાહેર આરોગ્યનો અભિગમ અપનાવવો પડે છે. તેમનું માનવું છે કે ગુજરાત પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં બીજા રાજ્યોની તુલનાએ ઘણું આગળ છે, છતાં પણ હજી તેમા ઘણુ બધુ કરી શકાય છે.

IAS Sourabh Pardhi

ગુજરાતના ટુરિઝમમાં IAS Sourabh Pardhiનું નેતૃત્વ

તેમણે આ ઉપરાંત બીજી સૌથી મહત્વની ભૂમિકા ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકેની હતી. ગુજરાતના સાંસ્કૃતિક અને કુદરતી વારસાને તેમણે ટુરિઝમ સાથે જોડવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના કારણે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં નોંધપાત્ર વધારો થયો છે.

આજે ગુજરાતનો સાંસ્કૃતિક અને કુદરતી વારસો જાણે વૈશ્વિક સ્તરે એક મોટી બ્રાન્ડ બની ગયો છે. તેમણે આ પહેલની આગેવાની સંભાળી હતી. તેમા કચ્છના રણોત્સવથી લઈને ગુજરાતના અનેક ભાતીગળ મેળાઓનો સમાવેશ થાય છે. તેમણે આંતરરાષ્ટ્રીયની સાથે સ્થાનિક પ્રવાસીઓને પણ મહત્વના ગણાવ્યા હતા. આજે સંસ્કૃતિ, સાહિત્ય અને સમુદાય સાથેનું તેમનું જોડાણ તેમનો ફક્ત શોખ જ રહ્યા નથી, પરંતુ તેમના જીવનનો હિસ્સો બની ગયા છે.

IAS Sourabh Pardhi

‘જળમિત્ર’ IAS Sourabh Pardhi: ગુજરાતમાં પાણીના સંરક્ષણના નાયક

IAS Sourabh Pardhiની સિદ્ધિઓમાં જોઈએ તો સુરતમાં તેમણે જળમિત્ર તરીકે કરેલી કામગીરીના લીધે તેમને આજે પણ યાદ રાખવામાં આવે છે. તે જળસંરક્ષણના પ્રખર હિમાયતી છે. તેની સાથે માને છે કે રાજ્યની દરેક સોસાયટીએ પોતાની જળવ્યવસ્થા કરવાની ક્ષમતા કેળવવી જોઈએ. આ માટે પરકોલેટિંગ વેલ બનાવવા જોઈએ.

સોસાયટીમાં વરસાદના પાણીનો જળસંચય કરવો જોઈએ. તેઓ ખરેખર તો જળસંચયને ફક્ત ટાઉન પ્લાનિંગ જ નહીં પણ કોઈપણ બિલ્ડર દ્વારા રજૂ કરાતી સ્કીમનો પણ અવિભાજય હિસ્સો હોવો જોઈએ તેમ માને છે. દરેક રહેણાક અને કોમર્સિયલ યોજનામાં જળસંચય પર તે ભાર મૂકે છે. જળ સંરક્ષણ મોરચે તેમની આ કામગીરી બદલ 2025માં તેમનું રાષ્ટ્રીય જળ સંરક્ષણ પુરસ્કાર વડે સન્માન કરવામાં આવ્યુ હતુ.  


આ પણ વાંચો: હિન્દી મીડિયમની સફળતાનું મૂર્તિમંત ઉદાહરણ IAS ડો. વિક્રાંત પાંડે

આ પણ વાંચો: ગુજરાતમાં સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમના પ્રણેતા છે IAS એમ. નાગરાજન

આ પણ વાંચો: ઉજ્જવળ પ્રજાકીય કામગીરી કરી સફળતાની સીડીઓ ચઢતા IAS બંછાનિધી પાની