IAS M. Nagarajan: ગુજરાત આજે સ્ટાર્ટઅપ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ હોય તો તે ગુજરાત સરકારની નીતિઓના કારણે શક્ય બન્યું છે, પરંતુ ગુજરાતને સ્ટાર્ટ-અપ ક્ષેત્રે આગેવાન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે ગુજરાત કેડરના IAS ઓફિસર એમ નાગરાજને. ગુજરાતની પ્રજા માટે તો કદાચ તે અજાણ્યું નામ હશે, પરંતુ ગુજરાત સરકારના વહીવટી વર્તુળોમાં જ્યાં પણ ટેકનોલોજીની વાત થતી હોય ત્યાં IAS ઓફિસર એમ. નાગરાજનનો ઉલ્લેખ અચૂક આવે છે.
વિદ્યાર્થીઓની શોધને સ્ટાર્ટઅપમાં રૂપાંતર: નાગરાજનનું શ્રેય
ગુજરાતને સ્ટાર્ટ અપ સિસ્ટમમાં અગ્રેસર મૂકવામાં અને રાજ્ય સરકારને ટેકનોલોજીના મોરચે અગ્રેસર બનાવવામાં તેમની ભૂમિકા આંખે ઉડીને વળગે તેવી છે. તમિલ હોવા છતાં ફાંકડુ ગુજરાતી બોલતા આ અધિકારી જ્યારે ગુજરાતીમાં વાત કરે ત્યારે કલ્પના પણ નહીં આવે કે તે તમિલ છે. તેમણે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ગુજરાતના શિક્ષણ વિભાગની સાથે જોડી હતી. ગુજરાતના વિદ્યાર્થીઓ કરેલી શોધને સ્ટાર્ટઅપમાં રૂપાંતર કરીને તેમાથી તેમને ધીકતી કમાણી કરી આપવાનું શ્રેય નાગરાજનને જાય છે.

આઇડિયાથી પાયલોટ પ્રોજેક્ટ સુધી: સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની રચના
તેમણે આઇ-હબના નેજા હેઠળ ગુજરાતી વિદ્યાર્થીઓના વૈચારિક પ્રવાહના જબરદસ્ત સ્ત્રોતને વહેતો મૂક્યો છે એટલું જ નહી, તેમના નવા-નવા વિચારોને સતત પ્રોત્સાહન આપ્યું છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓ તથા તેમના મેન્ટરો વચ્ચે એક વૈચારિક આદાનપ્રદાનનું મંચ પૂરુ પાડ્યું છે. આ રીતે તેમની વચ્ચે નેટવર્કિંગની જાળ ગૂંથી છે અને તેમના વિચારને મૂર્તિમંત સ્વરૂપ આપવાની સાથે રોકાણની સંભાવનામાં રૂપાંતર કરીને સ્ટાર્ટઅપ્સનું સ્વરૂપ આપ્યું છે. આજે ગુજરાતમાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓના જૂથના વિચારથી લઈને તેનો પાયલોટ પ્રોજેક્ટ બનાવીને તેને નવસ્વરૂપ આપવુ, તેને સ્ટાર્ટઅપમાં રૂપાંતર કરવું, પ્રોડક્ટને કઈ રીતે લોકોપયોગી બનાવવી, કઈ રીતે સતત ઇનોવેશન કરતાં રહેવું, કસ્ટમર ફ્રેન્ડલી રહેવું, નેટવર્કિંગ દ્વારા વ્યાપ વધારવો તેનો ઈકોસિસ્ટમ ઊભી કરી છે તે આજે પણ રાજ્યમાં સ્ટાર્ટઅપ કલ્ચરનો હિસ્સો બની ગઈ છે. આજે રાજ્યમાં આવતા નવા સ્ટાર્ટ અપ તેમણે રચેલા માર્ગ અને પ્રણાલિ પર ચાલીને જ આવે છે.
પ્રદૂષણવિહીન બસ અને મોબાઇલ ટિકિટ ક્રાંતિ
તેના પછી તેમણે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ)ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમના કાર્યકાળ હેઠળ ગુજરાતમાં એસટીએ નવા વાઘા સજ્યા હતા. પ્રદૂષણવિહીન બસથી લઈને એસટીની ટિકિટ પ્રણાલિને આધુનિક બનાવવામાં તેમણે ખાસ્સી મહેનત જાય છે. આજે એસટીમાં મોબાઇલથી ટિકિટ લાવવાનું શ્રેય તેમને જાય છે. એસટીમાં જ્યાં કોઈ કલ્પના કરી શકતું ન હતું ત્યાં ટેકનોલોજી લાવીને તેમણે તેની કામ કરવાની શૈલી જ બદલી નાખે તે આજે પણ બધા યાદ કરે છે.

તેમણે પબ્લિક પોલિસી અને ઇકોનોમીમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. તેમણે તેમના આ અનુભવનો ઉપયોગ જાહેર જીવનમાં પણ કર્યો છે. તે ભારતીય રેલ્વે, રિઝર્વ બેન્ક, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં પણ કામગીરી પૂરી પાડી છે.
કચ્છ: સૌથી મોટા જિલ્લામાં ઉદ્યોગ વિકાસ અને ‘કંચન’થી ‘કથીર’ની સિદ્ધિ
તેઓ અરવલ્લી, કચ્છમાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે અને મહેસાણામાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. અરવલ્લી જેવા આદિવાસી પટ્ટામાં તેમણે ઉદ્યોગો લાવીને આદિવાસીઓને રોજગારી પૂરી પાડી હતી. આદિવાસી વિસ્તારોમાં પણ ઉદ્યોગો કેવી રીતે લાવી શકાય તે તેમણે બતાવ્યું હતું. આ ઉપરાંત આખા દેશમાં સૌથી મોટા જિલ્લા કચ્છમાં પણ તેમણે ઉદ્યોગોનો વિકાસ કરવામાં મહત્વની ભૂમિકા ભજવીને કથીરમાંથી પણ કંચન મેળવી શકાય તે સાબિત કરી બતાવ્યું હતું.
ડિજિટલ વિલેજ, સ્માર્ટ વિલેજ અને રૂરલ સ્ટાર્ટઅપમાં મહત્વની ભૂમિકા
આ ઉપરાંત સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ એસપીવીના સીઇઓ તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે. સ્માર્ટ સિટીને ક્લીન રાખવા પ્રદૂષણમુક્ત વાહનો જરૂરી છે, આજે સુરતમાં પ્રદૂષણમુક્ત સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવાનું શ્રેય તેમને જાય છે. હેલ્થ, શિક્ષણ અન ગ્રામીણ વિકાસની સાથે ટેકનોલોજીમાં તે પ્રભુત્વ ધરાવે છે. તેઓ માને છે કે ટેકનોલોજી તળિયાથી લઈને ટોચના લોકો માટે વિકાસમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર સાબિત થઈ શકે છે. તેના કારણે તેમણે ડિજિટલ વિલેજ, સ્માર્ટ વિલેજ, રૂરલ સ્ટાર્ટઅપ, રૂરલ બ્રોડબેન્ડ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય તે શહેરી અને ગ્રામીણ સમુદાયના આરોગ્ય કાર્યક્રમો પ્રત્યે સભાન છે. આજે ગુજરાતના શહેરોમાં લગભગ દરેક વોર્ડમાં આવેલા સરકારના પ્રાથમિક સારવાર કેન્દ્રોના સુચારુ સંચાલનમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના પ્રોજેક્ટનો સ્કોચ એવોર્ડ ફોર એક્સીલન્સ, સીએએસઆઈ-નિહિલેન્ટ એવોર્ડ, મંથન એવોર્ડ, ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન પેમેન્ટ એવોર્ડ મળી ચૂક્યા છે. સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓ માટે તો તે જાણે માર્ગદર્શક છે.
