Breaking News/ મોટા વહીવટી ફેરફાર: 26 IAS અધિકારીઓની ટ્રાન્સફરનો આદેશ

ગુજરાત કેડરના IAS અધિકારી (IAS officers) સંજીવ કુમાર એક અનુભવી વરિષ્ઠ અધિકારી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
IAS officers

ગુજરાત IAS officers બદલી 2025: 26 IAS અધિકારીઓ (IAS officers)ની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. સંજીવ કુમારને CMOમાં મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંજીવ કુમારને વન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવ પદ પરથી મુખ્યમંત્રીના મુખ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, સંજીવ કુમાર ગૃહ વિભાગના મુખ્ય સચિવનો વધારાનો હવાલો પણ સંભાળશે. તેઓ મુખ્ય સચિવ એમ.કે. દાસનું સ્થાન લેશે.

IAS officersની બદલી 

રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે વહીવટી ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અનેક IAS officersની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સંજીવ કુમારને મુખ્યમંત્રી કાર્યાલયમાં મૂકીને તેમને મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ તેમને ગૃહ વિભાગનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. જ્યારે આર.સી. મીનાને કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અવંતિકા સિંઘને બદલી કરીને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)માં મૂકવામાં આવ્યા છે. સાથે જ તેમને GSPC તથા ગુજરાત ગેસનો હવાલો પણ સોંપાયો છે. અશ્વિની કુમારને ઉર્જા તથા પેટ્રોકેમિકલ વિભાગના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રમેશ ચંદ મીણાને પ્રિન્સિપલ સેક્રેટરી (એગ્રીકલ્ચર) તરીકે મુકવામાં આવ્યા છે, જ્યારે અરુણ કુમાર સોલંકીને કૃષિ વિભાગમાં વધારાના અગ્ર સચિવ તરીકે નિમણૂક આપી તેમને ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનનો પણ હવાલો સોંપાયો છે. મુકેશ કુમારને શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ)માં તથા મિલિંદ તોરવણેને શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને સેકન્ડરી)માં મુકવામાં આવ્યા છે.

નાણાં વિભાગમાં સંદીપ કુમારને ઇકોનોમી અફેર્સમાં મુકાયા છે, જ્યારે જેનુ દેવનને નાણાં વિભાગ (ખર્ચ)ની જવાબદારી સાથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમનો હવાલો સોંપાયો છે. રાજેશ મંજુને સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન વિભાગનો હવાલો અપાયો છે.

ઉપરાંત લોચન સહેરાને શ્રમ અને કૌશલ્ય વિભાગના સચિવ બનાવાયા છે. રાજકુમાર બેનિવાલ ગુજરાત નર્મદા વેલીના મેનેજિંગ ડિરેક્ટર બન્યા છે, જ્યારે ધનંજય દ્વિવેદી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. હર્ષદ પટેલને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

રાહુલ ગુપ્તાને રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના સચિવ બનાવાયા છે, જ્યારે મોહંમદ સઇદ આદિજાતિ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. આરતી કંવરને રાજ્ય કર કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વિનોદ રાવ વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ બન્યા છે, અંજુ શર્માને સામાન્ય વહીવટ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે જવાબદારી સોંપાઈ છે. હરિત શુક્લને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવનો વધારાનો હવાલો અપાયો છે, જ્યારે રાજીવ તોપનો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ બન્યા છે. સંધ્યા ભૂલ્લર શહેરી આરોગ્ય કમિશનર બન્યા છે અને રાજેન્દ્ર કુમાર વાહન વ્યવહાર વિભાગના કમિશનર તરીકે નિયુક્ત થયા છે.

રાજ્યના વહીવટી તંત્રને વધુ સક્રિય અને અસરકારક બનાવવા માટે કરવામાં આવેલા આ ફેરફારોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી રદબદલ, ત્રણ સચિવોની બદલી

આ પણ વાંચો:રાજ્ય સરકારે 16 IAS અધિકારીની બદલીનો આદેશ, જુઓ કોને ક્યા અપાયું પોસ્ટિંગ

આ પણ વાંચો:રાજ્યના IAS અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બદલી, બંછાનીધી પાની બન્યા AMC ના નવા કમિશનર