Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમવર્ગ માટે ટેક્સમાં ખાસ રાહતના પગલાં જાહેર કર્યા છે. આ પગલાંથી સામાન્ય નાગરિકોને આવક પરના દબાણમાં ઘટાડો થશે અને જીવન ખર્ચને બેલેન્સ કરવામાં સહાય મળશે.
બજેટમાં મુખ્ય રાહતના પગલાં:
મોટર અકસ્માત ક્લેમ: મોટર અકસ્માત ક્લેમની રકમ હવે ઇન્કમ ટેક્સમાંથી મુક્ત રહેશે, જેથી અકસ્માતની સ્થિતિમાં નાગરિકોને સીધી સહાય મળશે.
શિક્ષણ અને તબીબી હેતુઓ: હાલના 5% ટેક્સને ઘટાડીને 2% કરાશે, જેથી વિદ્યાર્થીઓ અને દર્દીઓને ખર્ચની રાહત મળશે.
ઓવરસીઝ ટૂર પ્રોગ્રામ: વિદેશ પ્રવાસના ખર્ચ પર ટેક્સ 5%ની જગ્યાએ હવે 2% થશે, આ સાથે મિડલ ક્લાસ માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસ વધુ સહજ બનશે.
એમ્પ્લોઈઝ હાયરિંગ સર્વિસ: કર્મચારી ભરતી સેવાઓ પર ટેક્સ 1% થી વધારી 2% કરવામાં આવશે, જે નોકરી આપનાર અને નોકરી લેનાર બંને માટે સુગમ રહેશે.
નાણામંત્રીએ જણાવ્યું કે આ પગલાં મુખ્યત્વે મધ્યમવર્ગના જીવન ખર્ચમાં ઘટાડો લાવવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં ખર્ચને સરળ બનાવવા માટે લેવામાં આવ્યા છે. આ સાથે, દેશના નાગરિકોને રોકાણ અને ખર્ચ પર સારા નાણાકીય વિકલ્પ મળશે.
આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે બજેટમાં મધ્યમવર્ગ માટે ટેક્સ રાહતના પગલાંથી નાગરિકોની ખરીદી શક્તિ વધશે અને અર્થતંત્રમાં પણ પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો:નાણામંત્રીએ સરકારના 3 મહત્વના કર્તવ્યો જાહેર કર્યા
આ પણ વાંચો:LIVE:7 નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોર, 3 નવા આયુર્વેદ એઇમ્સ, બજેટ 2026માં જાણો શું શું મળ્યું?
આ પણ વાંચો:આજે નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 પ્રસ્તુત કરશે…સતત નવમી વખત રજૂ કરવાનો રેકોર્ડ બનશે!
