Budget 2026: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 (Union Budget 2026) પ્રસ્તુત કરશે. આ એક ઐતિહાસિક અવસર છે કારણ કે, બજેટ પ્રસ્તુત કરતા જ એ સતત નવમી વખત બજેટ રજૂ કરનાર ભારતની પ્રથમ નાણા મંત્રી બની જશે!
સંસદમાં બજેટ 2026 (Budget 2026)ની પ્રસ્તુતિ અને ભાષણનો સમય
બજેટ 1 ફેબ્રુઆરી (1 February)એ રવિવાર (Sunday)ના રોજ ભલે રજૂ થવાનું છે પણ વર્ષ 2017 થી ચાલી આવતી પરંપરા અનુસાર એનો સમય સવારે 11 વાગ્યાનો જ રહેશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ 60 થઈ 90 મિનિટનું રહેવાની સંભાવના છે. સવારે 11 વાગ્યાથી શરુ થઇને બપોરે 12 થી 12:30 સુધી એ ગૃહને સંબોધશે.
નિર્મલા સીતારમણના નામે રેકોર્ડ નોંધાશે
નિર્મલા સીતારમણ આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના નેતૃત્વમાં સતત 9 મું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ (9th Time Budget Record) બનાવશે. આ અગાઉ, દેશના એક પણ નાણા પ્રધાને (Finance Minister) સતત નવ વખત બજેટ પ્રસ્તુત કરેલું નથી.

શું છે આ કેન્દ્રીય બજેટ?
એક બજેટ તમારા નાણીકીય લક્ષ્યોને નિર્ધારિત કરવા અને એ માટે બચત કરવામાં મદદકર્તા છે જેમ કે, હોમ લોન (Home Loan) માટે ડાઉન પેમેન્ટની બચત, બાળકોના શિક્ષણ અથવા તમારા દ્વારા શરુ કરવામાં આવનાર વ્યવસાય (Education, Business) વગેરે માટે…બજેટ તમારા બિનજરુરી ખર્ચથી માંડીને તમારા મહત્વપૂર્ણ લક્ષ્યો સુધીની તમામ બાબતોમાં તમારા પૈસા (Money)ને પુન: નિર્દેશિત કરવામાં સહાયક પરિબળ સાબિત થાય છે.
દરેક ભારતીય (Indian Citizen) એમ જ વિચારે છે કે આ વખતે બજેટમાં મોંઘવારી (Inflation)થી રાહત મળશે કે પછી ખિસ્સા પર બોજો વધશે?
વિશેષ કરીને, એવા સમયમાં જ્યારે દેશ અને દુનિયા (World)ની આર્થિક સ્થિતિ પર સૌની ચાંપતી નજર છે ત્યારે બજેટ 2026 માં સરકારનું ધ્યાન રોજગારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજીક કલ્યાણ અને નાણાકીય અનુશાસન (Employment, Infrastructure, Social Welfare and Financial discipline) જેવા પ્રમુખ મુદ્દાઓ પર રહેવાની આશા છે. આમ વૈશ્વિક કારણોસર પણ સરકાર આ ક્ષેત્રોને મજબૂતી બક્ષવા માટે દ્રઢ પગલા ભરી શકે છે.

નિર્મલા સીતારમણને નાણા મંત્રાલયની જવાબદારી
વર્ષ 2019માં એનડીએ (NDA)ની સતત બીજા વિજય બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્મલા સીતારમણને નાણા મંત્રાલયની જવાબદારી સોંપી હતી અને ત્યારથી એ દેશના નાણા મંત્રી પદે વિરાજમાન છે. દેશની સામાન્ય જનતાથી માંડીને મોટા-મોટા ઉદ્યોગપતિઓ (Industrialists) પણ આ બજેટથી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યાં છે.
નાણા મંત્રી આ બજેટ લોકસભામાં પ્રસ્તુત કરશે અને બજેટ ભાષણ પછી બજેટ સંબંધી તમામ દસ્તાવેજો લોકસભા અને રાજ્યસભા, એમ બંને સદનમાં પ્રસ્તુત કરવામાં આવશે.
ભારતીય સંવિધાનનો અનુચ્છેદ 112
ભારતીય સંવિધાનના અનુચ્છેદ 112 (Article 112)માં એ અનિવાર્ય કરવામાં આવેલું છે કે, પ્રત્યેક નાણાકીય વર્ષ (Financial Year)ની શરુઆતથી પહેલા સંસદ (Parliament)માં બજેટ પ્રસ્તુત કરવાનું રહેશે. 1 એપ્રિલથી પ્રારંભ થનારા અને આવતા વર્ષ 2027માં 31 માર્ચના રોજ સમાપ્ત થનારા નાણાકીય વર્ષ માટે આ કેન્દ્રીય બજેટ સરકારને એક વ્યાપક નાણાકીય રોડમેપ પ્રદાન કરે છે. આ એક સંભવિત વ્યય અને રાજસ્વ (Revenue)ની રુપરેખા તૈયાર કરે છે, જે સરકારની રાજકોષીય રણનીતિ અંગે માહિતી આપે છે.

કેન્દ્રીટ બજેટ કોણ તૈયાર કરે છે?
કેન્દ્રીટ બજેટનો ડ્રાફ્ટ (Budget Draft) તૈયાર કરવાની અને એને રજૂ કરવાની જવાબદારી મુખ્યત્વે નાણા મંત્રીની હોય છે પરંતુ, એમાં અનેક હિતધારકો અને સંસ્થાઓને સામેલ કરવાનો એક સામૂહિક પ્રયાસ હોય છે. નાણા મંત્રાલય સમન્વય પ્રક્રિયાનું નેતૃત્વ કરે છે. નીતિ આયોગ અને અન્ય મંત્રાલયો દ્વારા એમાં મહત્વપૂર્ણ ઇનપુટ પ્રાપ્ત થાય છે જેમાં જે-તે સંબંધિત ક્ષેત્રોની ભલામણો પ્રદાન કરવામાં આવે છે.
અર્થશાસ્ત્રીઓ, ઔદ્યોગિક પ્રતિનિધિઓ અને કૃષિ સમૂહો જેવા હિતધારકો સાથે બજેટ પૂર્વે પરામર્શ કરવામાં આવે છે અને એમની પ્રતિક્રિયાથી રાજકોષીય પ્રાથમિકતાઓ ઘડવામાં મદદ મળે છે. વડાપ્રધાન સાથે વિચારવિમર્શ કરીને તમામ પ્રસ્તાવોને આખરી સ્વરુપ આપ્યા પછી નાણા મંત્રી સંસદમાં બજેટ રજૂ કરતા અગાઉ કેબિનેટ (Cabinet)ને આની જાણકારી આપે છે.
બજેટ કોણ રજૂ કરે છે?
કેન્દ્રીટ બજેટ નાણા પ્રધાન દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવે છે જેમાં સરકારની રાજકોષીય રણનીતિ અને આર્થિક પ્રાથમિકતાઓનું વિવરણ હોય છે. આમાં અનેક મુખ્ય ઘટકો સામેલ હોય છે.
ભારતમાં કેન્દ્રીય બજેટનું મહત્વ અને પ્રમુખ પાસાઓ
કેન્દ્રીય બજેટ 2026માં અનેક મહત્વપૂર્ણ સેક્ટરો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે એવી આશા જણાઇ રહી છે. આ ક્ષેત્રોમાં ઑટોમોબાઇલ (Automobiles), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇલેક્ટ્રોનિક્સ, રેલવે (Railway), ઇન્ફ્રાસ્ટ્રક્ચર, MSME ઉપરાંત, રિન્યૂએબલ એનર્જી પણ સામેલ છે. કૃષિ, પર્યટન અને સ્વાસ્થ્ય વિષયક ક્ષેત્રોમાં પણ સરકાર બજેટ લક્ષી કદમ ઉઠાવશે એવી અપેક્ષા છે.
આ પણ વાંચો: સંસદનું બજેટ સત્ર આજથી શરૂ, 4 નવા બિલ સાથે 16 બિલ રજૂ થઈ શકે છે
આ પણ વાંચો: “આપણે હવે રિફોર્મ એક્સપ્રેસ તરફ ચાલી રહ્યા છીએ…”, બજેટ પહેલા પીએમ મોદીનો મોટો સંકેત
