Dharm & Bhakti: ભારત અને વિશ્વના અમુક ભાગોમાં પ્રખર સમાજ સુધારક સંત રવિદાસના અનુયાયીઓ પ્રતિ વર્ષ મહા મહિનાની પૂર્ણિમા ના દિવસે એમની જન્મ જયંતિ (Saint Ravidas Janm Jayanti)ની ઉજવણી કરે છે.
સંત રવિદાસ જી ની જન્મ જયંતિ (Saint Ravidas Janm Jayanti)
આ વિશેષ પ્રસંગે એમના અનુયાયી એમણે આપેલા ઉપદેશો અને શિખામણોનું શ્રવણ, પઠન કરે છે. ઘણા સ્થળોએ આ દિવસે ધાર્મિક ઉત્સવોનું આયોજન પણ કરવામાં આવે છે. આ વર્ષ 2026 માં પણ 1 ફેબ્રુઆરી ના દિવસે માઘ પૂર્ણિમા (1 February 2026, Magh Purnima) છે આથી આ રવિવારના દિવસે ભારતભરમાં એમની જન્મજયંતિ આસ્થાપૂર્વક ઉજવવામાં આવશે.
સંત રવિદાસ ભારતના એક મહાન સંત, સમાજ સુધારક, કવિ (Social Reformer, poet) અને ઈશ્વરના અનુયાયી હતા. સંત પરંપરા માટે તેઓએ એક પ્રભાવશાળી ધાર્મિક આગેવાન (Spiritual Leader)નું કર્તવ્ય નિભાવ્યું હતુ. ઈશ્વર પ્રત્યે એમને અસીમ આસ્થા હતી. સમાજ કલ્યાણ અર્થે તેમણે અનેક આધ્યાત્મિક અને સામાજીક સંદેશ (Spiritual Message & Social Message) આપ્યા છે. ચાલો જાણીએ એમના જીવન અને સંદેશ વિશે વિસ્તૃતપણે….

સંત રવિદાસ જી ની જીવન યાત્રા
રૈદાસા અથવા રવિદાસ તરીકે ઓળખાતા આ પરમ જ્ઞાની સંતના પિતા મલ્લ સામ્રાજ્ય ના એક ગામના સરપંચ હોવાનું અને જૂતા-ચપ્પલ વગેરેનો વેપાર તથા સમારકામ અર્થાત્ મોચીકામ (Shoemaking) સાથે સંકળાયેલા હોવાનો ઉલ્લેખ મળે છે. એવું કહેવાય છે કે, બાળપણથી જ રવિદાસ અત્યંત બહાદુર અને ઈશ્વરના પરમ ભક્ત હતા પરંતુ, એમને કથિત રુપે પોતાના જીવન કાળ દરમિયાન ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ દ્વારા થનારા ભેદભાવોનો સામનો કરવો પડેલો. આ તમામ સામાજીક ભેદભાવોથી વ્યથિત થઇને એમણે પોતાની આગવી લેખન શૈલી વિકસાવી હતી. એમણે પોતાની કવિતાઓ અને લેખન દ્વારા લોકોને શિખામણ આપી છે કે, “પોતાના પડોશીઓને ભેદભાવ કર્યા વિના પ્રેમ કરો!”
રવિદાસના જીવનની વિગતો સ્પષ્ટ રીતે જાણીતી નથી કારણ કે, 14 મી થી 15 મી સદીના ઐતિહાસિક રેકોર્ડ મર્યાદિત હોવાથી, તેઓની જન્મ તારીખ વિદ્વાનો અને ઇતિહાસકારોમાં ચર્ચાનો વિષય હંમેશાથી રહી છે.તેમનો જન્મ (Birth) અમુક ઇતિહાસ કારોના મત મુજબ, ઇ.સ. 1377માં ઉત્તર પ્રદેશના વારાણસી અર્થાત્ કાશી નગરી (Varanasi, Kashi)ના સીર ગોવર્ધનપુર ગામમાં થયો હતો. એમના પિતાનું નામ સંતોક દાસજી અને માતાનું નામ કલસી દેવી હતુ. તેઓનું મૃત્યુ 1527 એડીમાં એમની જન્મભૂમિ વારાણસીમાં જ થયું હોવાનું મનાય છે. મૃત્યુ સમયે એમની ઉંમર 151 વર્ષ હોવાનું માનવામાં આવે છે.

મીરા બાઈ સંત રવિદાસના સમર્પિત શિષ્ય
ચિતોડની રાજપૂત રાજકુમારી અને ભક્તિ પરંપરા (Bhakti Parampara)ના પંથે પ્રયાણ કરનાર સંત મીરા બાઈ (Meera Bai)નું નામ રવિદાસના સમર્પિત શિષ્ય તરીકે અનેક પરંપરાઓમાં નોંધાયેલી છે. આ સમય ઇ.સ. 1498 થી 1547 વચ્ચેનો ગણાય છે. ઐતિહાસિક અને સાહિત્યિક સ્ત્રોતોમાં નોંધાયા મુજબ, આ ગુરુ-શિષ્યાનો સંબંધ સૂચવે છે કે, રવિદાસ આ સમય દરમિયાન જીવિત હતા.

આ બાળક આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ ગુરુ બનશે
એવું પણ કહેવાય છે કે બાળપણમાં સંત રવિદાસજી પોતાના ગુરુ પંડિત શારદા નંદની પાઠશાળામાં ભણવા ગયા ત્યારે એમને કેટલાક ઉચ્ચ જાતિ (Upper Class)ના લોકોએ શાળામાં પ્રવેશ લેતા રોક્યા હતા. જો કે, પંડિત શારદાજીએ રવિદાસ કોઇ સાધારણ બાળક નથી અને ઈશ્વરે ધરતી પર મોકલેલું વિશેષ સંતાન છે એવું જાણી લીધું હતુ. આમ વિચારીને બાળક રવિદાસને પોતાની શાળામાં પ્રવેશ આપ્યો હતોય રવિદાસ જી બચપણથી જ અત્યંત હોનહાર અને તીવ્ર બુદ્ધિપ્રતિભાના માલિક હતા. તેમના ગુરુ એમના વ્યવહારથી અત્યંત પ્રભાવિત હતા અને એમને અંત:સ્ફૂરણા થઇ ગઇ હતી કે, એક દિવસ આ બાળક આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ ગુરુ અને મહાન સામાજીક સુધારક બનશે.

‘મન ચંગા તો કઠૌતી મેં ગંગા..!’
એક વાર ગુરુજીના કોઇ વિદ્યાર્થીએ એમને પવિત્ર ગંગા નદી (Ganga River)માં સ્નાન કરવા માટે પૂછ્યું ત્યારે રવિ દાસે કોઇ કાર્યમાં વ્યસ્ત હોવાથી આવવાનો ઇન્કાર કર્યો. ફરીથી એમને ગંગામાં સ્નાન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે જવાબ આપ્યો કે, ‘મન ચંગા તો કઠૌતી મેં ગંગા..!’
આનો ભાવાર્થ એ થાય છે કે, જો શરીરને કોઇ પાવન નદીમાં નાહીને નહિં પરંતુ આત્માથી પવિત્ર થવાની જરુર છે. જો આપણો આત્મા શુદ્ધ (Pious Soul) હોય ત્યારે જો આપણે ઘરમાં જ સ્નાન કરી લઇએ તો પણ પવિત્ર જ છીએ!

પાઠશાળામાં ગુરુજીના પુત્ર સાથે રવિદાસની મિત્રતા બંધાઇ ગઇ હતી. એક સમયે થપ્પો (Hide & Sick) રમતા અંધારુ થઇ ગયુ અને આગળના દિવસે રમત જારી રાખવાનું નક્કી કર્યુ. જ્યારે સવારે એમનો મિત્ર રમવા આવ્યો નહિં તો રવિ દાસ એના ઘરે ગયા તો ખબર પડી કે મિત્ર તો મૃત્યુ પામ્યો છે!
ગુરુ શારદાનંદ વ્યથિત હતા. એ રવિદાસને પોતાના પુત્રની લાશ પાસે દોરી ગયા. રવિદાસે મિત્રના કાનમાં કહ્યું, “ઉઠો…યે સોને કા સમય નહિં હૈ દોસ્ત, યે તો લુકા-છુપી ખેલને કા સમય હૈ…” એમ કહેવાય છે કે, આ શબ્દો કાનમાં પડતા જ મિત્ર ફરીથી જીવિત થઇ ગયો!!
આવા ચમત્કારોના કારણે ધીમે-ધીમે સંત તરીકે રવિ દાસની લોકપ્રિયતા વધવા લાગી.
પિતાએ બેદખલ કર્યા તો અધ્યાત્મનો રંગે રંગાયા
પિતાએ એમનું મન સંસારમાં લાગેલુ રહે એ માટે ઓછી વયમાં જ એમના લગ્ન (Marriage) કરી દીધા હતા. એમને એક પુત્રની પ્રાપ્તિ પણ થઇ હતી. પણ એમનો સાંસારિક મોહભંગ વધતો જતો હતો અને પરિવાર કે વેપાર પર લક્ષ્ય આપી શકતા ન હતા. આથી એમના પિતાએ એમને પરિવાર તથા સંપત્તિથી બેદખલ કરી દીધા.
ત્યાર બાદ, તેઓએ પોતાના ઘરની પાછળના ભાગે વસવાટ કર્યો. તેઓ પગરખા સીવતા અને કાવ્યો રચતા અને પૂર્ણ રીતે સામાજીક કાર્યો અને આધ્યાત્મના રસ્તે વળી ગયા. તેમના વિચારોથી પ્રભાવિત થઇને અનેક અનુયાયીઓએ એમને ગુરુ માન્યા. ભગવાન રામ (Lord Rama)ના વિભિન્ન સ્વરુપો રામ, રઘુનાથ, રાજા રામચંદ્ર, કૃષ્ણ, હોવિન્દ વગેરે નામોથી અનેક કાવ્યો રચ્યા અને એમણે આજનું બેગમપુરા તરીકે જાણીતુ શહેર પણ વસાવ્યું હોવાનું કહેવાય છે.
આ શહેરને પોતાની કવિતાઓમાં એક આદર્શ ભૂમિ તરીકે પ્રસ્તુત કર્યું છે કે જ્યાં કોઇ દુખ, દર્દ કે ભય વિના, કોઇ ભેદભાવ વિના, તમામ લોકો વસી શકે છે.
તેઓ પ્રખર સમાજ સુધારક સંત હતા અને અસ્પૃશ્યતા (Untouchability)ની ભાવના વિરુદ્ધ આંદોલન છેડ્યું હતુ, તમામ મનુષ્યો સમાન છે અને પ્રેમ તથા ભાઈચારા (Love and Brotherhood)થી જીવન જીવવું એ સંત રવિદાસનો જીવન સંદેશ છે.
સંત રવિદાસ જી ના મુખ્ય સંદેશ
1. ઈશ્વર દરેક સ્થળે છે એમ જણાવી બાહ્ય આડંબરો અને મૂર્તિ પૂજાનો એમણે વિરોધ કરીને આત્મજ્ઞાનનો માર્ગ દર્શાવ્યો છે.
2. નિષ્કામ કર્મ અને ભક્તિ સૌથી મહત્વપૂર્ણ હોવાનું જણાવી એમાં સત્ય, પ્રેમ અને સેવા સામેલ હોવી જોઇએ એની પર એમણે ભાર મૂક્યો છે.
3. સમાજીક સમાનતા (Social Equality) અને ભાઇચારા પર મહત્વ આપતા એમણે કહ્યું છે કે, મનુષ્યની જાતિ કે જન્મ (Caste or birth) નહિં પણ કર્મ (Karma) એની સાચી ઓળખ છે.
આ પણ વાંચો: વૃષભ રાશિના જાતકો માટે 2026ની 10 ભવિષ્યવાણીઓ…આર્થિક ક્ષેત્રે સોનેરી સમયનો પ્રારંભ..!
આ પણ વાંચો: માયાવી ગ્રહ રાહુ બન્યો શક્તિશાળી, 2026માં આર્થિક અને કેરિયર ક્ષેત્રે આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ…
આ પણ વાંચો: વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે લાવશે મુસીબત! જાણો શું કરવું અને શું નહી
