Dharm & Bhakti: 2026 નો પ્રારંભ થતા જ રાહુ યુવાવસ્થામાં પ્રવેશી ચૂક્યા છે. રાહુ (Rahu Grah) છાયા ગ્રહ છે અને એ એટલો બધો શક્તિશાળી છે કે રંકને રાજા અને રાજાને રંક બનાવવામાં વાર નથી કરતો! આજના સમયમાં રાહુ વ્યક્તિને તમામ વસ્તુઓ આપે છે જેની એ કલ્પના કરે છે! જો કોઇ પણ રાશિ (Rashi)ના જાતકની કુંડળીમાં રાહુ શુભ હોય તો આ ઉપાયો એને સફળતાના શિખરે પહોંચાડવા સક્ષમ છે પછી ભલે ને એ ગમે તે ક્ષેત્ર હોય…મીડિયા, કોર્પોરેટ જગત, ગ્લૅમર ઇન્ડસ્ટ્રી કે રમતનું મેદાન!!
રાહુ (Rahu Grah) 2026 માં 3 રાશિઓને કરશે લાભાન્વિત
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, રાહુ સૌથી પાવરફુલ ગ્રહો પૈકીનો એક મનાય છે. આ સમયે સમગ્ર વિશ્વમાં રાહુ દેવનું જ સામ્રાજ્ય ફેલાયેલું જણાય છે! વાસ્તવમાં રાહુ કળિયુગનો રાજા (King of Kaliyug) કહેવાય છે. એને અખૂટ ધન-સંપત્તિ, આલીશાન મહેલ, શાનદાર વાહન, સુખ-સુવિધાથી માંડીને ચતુરાઇ, ચાલાકી અને દુનિયાદારી (Money, Luxury & Manipulation)નો કારક માનવામાં આવે છે. આ સમયે રાહુ મીન રાશિમાં વિરાજમાન છે.
રાહુ હાલ યુવાવસ્થામાં છે
રાહુ (Rahu) માયાવી ગ્રહ છે અને એના અનેક નામો છે જેમ કે, સુરશત્રુ, સૈંહિકેય, કાલગ્રહ, ફણિ, વિધુન્તુક વગેરે…હાલ રાહુ યુવા અવસ્થામાં પ્રવેશ કરીને એક્ટિવ થઇ ચૂક્યો છે. એની અસર તમામ 12 રાશિઓના જીવન પર કોઇ ને કોઇ રીતે થતી જોવા મળશે! આ પૈકી 3 રાશિ એવી છે કે જેમના પર રાહુ ગ્રહનો સૌથી વધારે પ્રભાવ જોવા મળશે! તો ચાલો જાણીએ, એ ભાગ્યશાળી રાશિઓ કઇ-કઇ છે?
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે કોઇ ગ્રહનું અંશ બળ 12 ડિગ્રીથી 18 ડિગ્રી વચ્ચે હોય ત્યારે એ યુવાવસ્થામાં છે એમ માનવામાં આવે છે. આ અવસ્થામાં જે-તે ગ્રહ પોતાનું સંપૂર્ણ ફળ આપવાની ક્ષમતા ધરાવે છે. 30 ડિસેમ્બર 2025 ની ગોચર કુંડળી (Gochar Kundali)માં રાહુનું અંશ બળ 18 ડિગ્રી હતું જો કે, રાહુ વક્ર ગતિથી સંચરણ કરે છે એના કારણે એનું અંશ બળ ક્રમશ: ઘટીને 12 ડિગ્રી સુધી પહોંચશે. 15 એપ્રિલ 2026 ના રોજ રાહુનું અંશ બળ 12 ડિગ્રી હશે અર્થાત્ નવ વર્ષ 2026 માં પ્રારંભિક 3 મહિના સુધી રાહુ દેવ પૂર્ણ પ્રભાવ સાથે ફળ પ્રદાન કરશે!
રાહુ ગ્રહના પ્રભાવથી લાભાન્વિત થનારી 3 રાશિઓ

ધનુ રાશિ
આ રાશિ (Dhanu Rashi)ના જાતકો માટે રાહુ વર્તમાન કુંડળીના ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સમય દરમિયાન, રાહુની પંચમ દ્રષ્ટિ સાતમા ભાવ પર, સપ્તમ દ્રષ્ટિ નવમ ભાવ પર અને નવમ દ્રષ્ટિ એકાદશ ભાવ પર રહેશે. આ સાથે જ 2 જૂન સુધી દેવગુરુ બૃહસ્પતિ સપ્તમ ભાવમાં સ્થિત રહીને રાહુ પર દ્રષ્ટિ રાખશે જેથી રાહુ (Rahu)નો સકારાત્મક પ્રભાવ વિદ્યમાન રહેશે. આ સંજોગોમાં કોમ્યુનિકેશન, મીડિયા, લેખન, કળા, સિનેમા, ફોટોગ્રાફી, સોશિયલ મીડિયા (Social Media) અને ઓનલાઇન કાર્યો સાથે સંકળાયેલા લોકોને ઉત્તમ અવસર પ્રાપ્ત થઇ શકે છે. રાહુની દ્રષ્ટિ અગિયારમા ભાવ પર હોવી એ આવકમાં વૃદ્ધિ (Income Growth) સંકેત છે.
આ જાતકોની અધૂરી ઇચ્છાઓ પૂર્ણ થઇ શકે છે તથા વધારાની આવકના સ્ત્રોત પણ ઊભા થઇ શકે છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને અંતસ્ફૂરણા દ્રઢ બનશે જેથી તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકશો.
લાંબા સમયથી ચાલતી આવેલી મુશ્કેલીઓનો હવે નવીન પ્રકારે ઉકેલ આવશે. તમે પહેલાની સરખામણીએ નાણાકીય બાબતો અને બિઝનેસ પર વધુ લક્ષ્ય કેન્દ્રિત કરી શકશો. નાના સ્તરે વેપારના પ્રયાસો, યાત્રાઓ અને નવી ઓળખાણો તમને લાભ આપી શકે છે. તમારું અટવાયેલું ધન પરત મળી શકે છે. નવમ ભાવ પર રાહુની દ્રષ્ટિના કારણે તમને ભાગ્યનો સાથ મળશે. કેરિયર, આવક અને સામાજીક મોભામાં સકારાત્મક (Positive) પરિવર્તન આવશે, જેથી જીવનમાં નવી દિશા અને ઊર્જા (Energy)નો સંચાર થશે. સપ્તમ ભાવ પર રાહુની દ્રષ્ટિના કારણે લગ્નોત્સુક જાતકો માટે ઉત્તમ યોગ બનશે. તમારા માટે અચાનક કોઇ યોગ્ય લગ્ન (Marriage) પ્રસ્તાવ સામેથી આવી શકે છે.
રાહુના શુભ પ્રભાવ માટે ધનુ રાશિના જાતકો આ ઉપાય કરવા
શનિવારે (Saturday) સાંજના સમયે “ૐ રાં રાહવે નમ:” ના મંત્ર જાપ કરવા. ચંદન (Sandal)ની મહેક વાળો ધૂપ કે અગરબત્તી કરવી.

કુંભ રાશિ
આ રાશિ (Kumbh Rashi)ના જાતકોની ગોચર કુંડળીના લગ્ન ભાવમાં રાહુ વિરાજમાન છે. આ સાથે જ આ જાતકોની સાડાસાતી (Sade Sati)નું આ અંતિમ ચરણ ચાલી રહ્યું છે. શનિ દેવ આ રાશિના જાતકોના બીજા ભાવમાં શનિ વિરાજમાન રહેશે. આ ઉપરાંત, દેવગુરુ બૃહસ્પતિ (Guru Grah) પંચમ ભાવમાં વિદ્યમાન રહેશે. આ સંજોગોમાં, આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રે લાભ પ્રાપ્ત થઇ શકે છે. તેમને માનસિક તણાવ (Tension)માંથી રાહત મળશે અને એ હળવાફૂલ થઇ જશે! તમારા વ્યક્તિત્વમાં ધરમૂળથી પરિવર્તન આવશે. રાહુ તમને માનસિક, આર્થિક તેમ જ શારીરિક રુપે સક્ષમ બનાવશે. તમે તમારા લક્ષ્ય પ્રત્યે અગ્રેસર થશો. નોકરી (Job) કરનારા જાતકો માટે આ સમય અત્યંત લાભકારક રહેશે. તમારા કાર્યની પ્રશંસા થશે અને તમને યશ (Credit) પણ મળશે. લોકો ભલે ને તમને સ્વાર્થી અથવા તો ગમે તે કહે પરંતુ તમે વિચલિત થયા વિના તમારા કામમાં ફોકસ રહેશો. આ ઉપરાંત, તમને નવી નોકરી પ્રાપ્ત થવાના યોગ રચાવા જઇ રહ્યાં છે. ભાગીદારીમાં કરેલા બિઝનેસ (Business)માં લાભ પ્રાપ્તિની સંભાવના છે.
વિદેશ (Foreign)માં કરવામાં આવેલા વેપારમાં આ જાતકોને ઉત્તમ લાભ મળી શકે છે. પંચમ ભાવ પર રાહુની દ્રષ્ટિ અને પંચમ ભાવ પર ગુરુનું ગોચર વિદ્યાર્થીઓ (Students) માટે અત્યંત શુભ છે. તમારી બૌદ્ધિક ક્ષમતામાં ઝડપથી વૃદ્ધિની સાથોસાથ તમે લક્ષ્ય પ્રત્યે ફોકસ રહેશો. મીડિયા, વહીવટ, એન્જીનિયરિંગ, ઓનલાઇન બિઝનેસ, શેર માર્કેટ, વિદેશ વ્યાપાર, લીગલ કન્સલ્ટન્સી, મેડિકલ વગેરે ક્ષેત્રો સાથે સંલગ્ન જાતકોની જબરદસ્ત પ્રગતિ થઇ શકે છે.
રાહુના શુભ પ્રભાવ માટે કુંભ રાશિના જાતકોએ આ ઉપાય કરવા
રાહુ (Rahu)ના શુભ (Shubh) પ્રભાવ માટે નશા (Addiction)થી દૂર રહેવું. આ ઉપરાંત, દર શનિવારે “ૐ રાં રાહવે નમ:” નો જાપ કરવો. શનિવારના દિવસે એક જટા વાળું નારિયેળ (Coconut) લેવું અને પોતાના પરથી સાતવાર ઉતારીને વહેતા જળમાં પ્રવાહિત કરવું કે પછી શનિ દેવના મંદિરે મૂકી દેવું.

મીન રાશિ
આ રાશિ (Meen Rashi)ના જાતકો વિશે વાત કરીએ તો, તમારી ગોચર કુંડળીમાં રાહુ બારમા ભાવમાં વિરાજમાન રહેશે. આ સાથે જ તમારી રાશિમાં શનિની સાડા સાતીનું બીજું ચરણ ચાલી રહ્યું છે અને શનિ લગ્ન ભાવમાં સ્થિત છે. આ સંજોગોમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી આવતી મુશ્કેલીઓ, ફાલતૂ ખર્ચ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ (Health Problems)થી છૂટકારો મળી શકે છે. માનસિક તણાવથી મુક્તિ મળી શકે છે અને તમને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે. આ સમય દરમિયાન રોકાણ કરવાથી તમને ખાસ્સો એવો ધનલાભ થઇ શકે છે. આ સાથે જ શનિ એકાદશ ભાવનો સ્વામી હોવાથી કમાણીના નવા માર્ગ ખૂલી શકે છે. મલ્ટીનેશનલ કંપનીઓ, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ અને વિદેશ સંબંધી કાર્યોમાં તમને સફળતા સાથે જબરદસ્ત લાભ થવાના યોગ બનશે.
આ ઉપરાંત, નોકરીની નવીન તકો પ્રાપ્ત થશે. જે જાતકો નવું સ્ટાર્ટઅપ કે બિઝનેસનો પ્રારંભ કરવા ઇચ્છે છે એમને સફળતા હાંસલ થઇ શકે છે. આ ઉપરાંત, આ માયાવી ગ્રહની દ્રષ્ટિ આઠમા ભાવ પર હોવાથી આ રાશિના જાતકોને અચાનક ધન લાભ કે પછી કોઇ ગુપ્ત ધનની પ્રાપ્તિના યોગ મળી શકે છે. જે જાતકો વિદેશગમનનું વિચારી રહ્યાં હોય એમને સફળતા મળશે. જૂના રોકાણોથી ઘણો લાભ પ્રાપ્ત થઇ શકે છે. રાહુની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર હોવાથી જીવનના પડકારોનો સામનો કરી શકશો અને ગૂંચવણોનો પણ ઉકેલ આવશે. કોર્ટ-કચેરી, નોકરી, વેપાર અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ધીમે-ધીમે સમાપ્ત થશે.
રાહુના શુભ પ્રભાવ માટે મીન રાશિના જાતકોએ આ ઉપાય કરવા
રાહુ દેવ (Rahu)ના અશુભ (Ashubh) પ્રભાવોથી બચવા માટે તમારે કેટલાક ખાસ ઉપાયો કરવા ફાયદાકારક રહેશે. ઘરની સીડીઓ, છત, બાથરુમ વગેરેને સ્વચ્છ રાખવા. શનિવારના દિવસે સફાઇ કર્મચારીને દાન (Daan) આપવું. શનિવારે સાંજે “ૐ રાં રાહવે નમ:” નો મંત્ર જાપ કરવો લાભકારી સિદ્ધ થશે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે લાવશે મુસીબત! જાણો શું કરવું અને શું નહીં
