Dharm & Bhakti: નવું વર્ષ (New Year) 2026નો પ્રારંભ થવાને હવે થોડાક કલાકોની જ વાર છે, નવા વર્ષની ઉજવણીની અનોખી પરંપરા સમગ્ર વિશ્વ (World)માં પ્રવર્તમાન છે અને આખી દુનિયાના લોકો નવા વર્ષનું અનેરા ઉત્સાહથી સ્વાગત કરવા થનગની રહ્યાં છે. પૂરા હર્ષોલ્લાસથી આ નવ વર્ષનું સ્વાગત કરવા વિશ્વ અધીરું બન્યું છે ત્યારે તમામના મનમાં એક સવાલ તો ઉઠતો જ હશે કે આવનારું વર્ષ આખરે કેવું હશે? ફ્રાન્સના વિશ્વપ્રસિદ્ધ ભવિષ્યવેત્તા નોસ્ત્રાદેમસ (Prophet Nostradamus)ની અનેક શતક અગાઉની ભવિષ્યવાણી (Prophecy) ફરીથી એક વાર સુર્ખીઓમાં આવી ગઇ છે! વીતેલા કેટલાક વર્ષોમાં વિશ્વ અનેક સંકટોનો સામનો કરી ચૂક્યું છે જેમાં યુદ્ધ, મોંઘવારી, જળવાયુ સંકટ (War, Inflation,Climate Crisis) અને ટેકનિકલ પરિવર્તનો જેવી સમસ્યાઓ સામેલ છે. આવા અનિશ્ચિત વાતાવરણમાં મનમાં ડર અને કૂતુહલ બંને વધે એ સ્વાભાવિક છે.
2026 નવું વર્ષ ‘તબાહીનું નવુ વર્ષ’…નોસ્ત્રાદેમસ ની આગાહી
વિશ્વભરમાં નવ વર્ષ 2026નો જલસો શરુ થવા જઇ રહ્યો છે! પૃથ્વીના સૌથી પૂર્વીય ભાગમાં આવેલા કિરિબાતી (Kiribati)માં ભારતીય સમય અનુસાર, આજે બપોરે 3 વાગીને 30 મિનિટે સૌપ્રથમ નવું વર્ષ (New Year) ટકોરા મારશે. ત્યાર બાદ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ (Australia & New Zealand) અને એશિયાના અનેક દેશોમાં વારાફરતી નવ વર્ષનું આગમન થશે.
આ જ કારણ છે કે, ફ્રાન્સના વિશ્વપ્રસિદ્ધ ભવિષ્યવેત્તા નોસ્ત્રાદેમસની અનેક શતક અગાઉની ભવિષ્યવાણીઓ (Prediction) ફરીથી એક વાર સુર્ખીઓમાં આવી ગઇ છે! સોશિયલ મીડિયા (Social Media) પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નોસ્ત્રાદેમસે વર્ષ 2026 અંગે અનેક ડરામણા સંકેતો આ પહેલા પણ આપેલા છે પરંતુ પ્રશ્ન એ છે કે, આખરે એ સંકેતો છે શું? તો ચાલો જાણીએ નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણી વિશે વિસ્તૃત રીતે…

1. ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નોસ્ત્રાદેમસે પોતાની કેટલીક કવિતાઓમાં વર્ષ 2026ના મધ્યમાં ત્રીજા વિશ્વયુદ્ધ (Third World War)ની શરુઆતના સંકેતો વર્ણવ્યા છે. આગાહી અનુસાર, ધર્મ અને રાષ્ટ્રવાદના નામે મોટા પાયે હિંસા ફેલાઇ શકે છે. લોકો પરસ્પર વિરોધી બનશે અને આ વિરોધ આગળ વધતા અત્યંત ખતરનાક સ્વરુપ ધારણ કરી શકે છએ. સાંપ્રત વૈશ્વિક હાલત જોતાં, રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ucraine War)ના કારણે લોકો આ દાવાને અત્યંત ગંભીરતાથી લેવા લાગ્યા છે!

2. રાત્રિ દરમિયાન રહસ્યમય હુમલો
નોસ્ત્રાદેમસની એક ડરામણી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, રાતના સમયે અચાનક હુમલો થઇ શકે છે. આ ભવિષ્યવાણીમાં ‘મધમાખીઓનું ઝુંડ’ (Swarm of Bees) જેવો શબ્દપ્રયોગ કરવામાં આવેલો છે. આ અંગે વિશેષજ્ઞોનું કહેવું છે કે, અહિં મધમાખીઓનો અર્થ વાસ્તવમાં મધમાખી એવો લેશમાત્ર નથી પણ આ એક છુપો અને યોજનાબદ્ધ હુમલો હશે એવા સંકેતો આ આગાહીમાંથી પ્રાપ્ત થાય છે. આને આજકાલના ડ્રોન એટેક, સિક્રેટ મિલેટ્રી એટેક અથવા તો એક સાથે મળીને કરવામાં આવેલા હુમલા સાથે સાંકળીને જોવામાં આવી રહ્યો છે.
3. શક્તિશાળી વ્યક્તિનું અચાનક મૃત્યુ થશે
એક અન્ય ભવિષ્યવાણીમાં 2026માં કોઇ મોટા અને પ્રભાવશાળી વ્યક્તિનું અચાનક મૃત્યુ થવાની આશંકા છે. એમાં જણાવ્યું છે કે, આ ઘટના દિવસના અજવાળામાં બનશે અને એ અત્યંત ચોંકાવનારી હોઈ શકે છે! ઘણા લોકો આને કોઇ વૈશ્વિક નેતા (World Leader) કે વિખ્યાત હસ્તી ના અચાનક મૃત્યુ (Death) સાથે સાંકળી રહ્યાં છે!

4. સ્વિટ્ઝર્લેન્ડમાં રક્તરંજીત બનાવો કે મોટી આપત્તિ આવશે
સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland) જેવા સ્વર્ગસમાન દેશ વિશે એક ભયાવહ આગાહી કરવામાં આવી છે જે મુજબ, ત્યાંના ‘ટિકીનો’ વિસ્તારમાં લોહીની નદીઓ વહેશે અને આખો વિસ્તાર રક્તરંજીત બની જશે એવો ચિતાર આ ભવિષ્યવાણીમાં આપવામાં આવ્યો છે. કેટલાક વિશ્લેષકોના માનવા મુજબ આનો અર્થ એ છે કે, યુદ્ધની અસરો તટસ્થ અને શાંત દેશો સુધી પણ પહોંચી શકે છે!
5. મોટા દેશો પર આર્થિક સંકટના વાદળો ઘેરાશે
નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણીઓમાં વર્ષ 2026ને આર્થિક રુપે અત્યાધિક મુશ્કેલ વર્ષ જણાવવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા અને બ્રિટન (America & Britain) જેવા શક્તિશાળી અને સંપન્ન ગણાતા દેશોને ભારે આર્થિક સંકટો (Economic Problems) વેઠવા પડી શકે છે. મોંઘવારી વધી શકે છે, સામાન્ય લોકોની સમસ્યાઓ વધશે અને સમાજમાં નારાજગીનું વાતાવરણ પ્રવર્તશે. આ સંકટની અસરો મોટા સત્તાધીશોના આસનો પણ ડોલાવી શકે છે!
6. સમુદ્ર થી ઉઠશે સંકટની સુનામી
એક અન્ય ભવિષ્યવાણીમાં સમુદ્ર સાથે સંલગ્ન મોટા અકસ્માતો કે ઘટનાઓનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે, વર્ષ 2026માં કોઈ વિશાળ જહાજ (Ship) ડૂબી શકે છે અથવા તો સમુદ્ર યુદ્ધનું સમરાંગણ બની શકે છે. નોસ્ત્રાદેમસની કવિતા અનુસાર, ‘સમુદ્રમાં ઘટનારી એક મોટી ઘટના દુનિયાની રાજનીતિની દિશા બદલી શકે છે. કોઈ એક દેશ એવી ભૂલ કરશે જેનાથી વૈશ્વિક તણાવ (Global Tension) અચાનક વધવાની આશંકા છે!’
7. AI માણસો પાસેથી છીનવી લેશે નિર્ણયશક્તિ
ભવિષ્યવાણીમાં ટેકનિકલ બાબતો અંગે ઘણા મહત્વપૂર્ણ સંકેતો આપવામાં આવેલા છે જે મુજબ, 2026 થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI ) કેવળ તમને મુશ્કેલીમાં સલાહ આપવામાં કે રિસર્ચ કરવામાં સહાયક ભૂમિકા ભજવવા સુધી જ સીમિત નહિં રહે પરંતુ, એ તમારા જીવનના નિર્ણયો લેવા જેટલું શક્તિશાળી બની જશે! સરકારો, સિસ્ટમ અને સંસ્થાઓ AI પર નિર્ભર થઇ જશે. માણસોને ધીમે-ધીમે એહેસાસ થશે કે, માનવ AI ને નહિં પરંતુ AI માનવીઓને કંટ્રોલ કરવા લાગી છે!

8. પરમાણુ હુમલાને ડર
આ મહાન ભવિષ્યવેત્તાની કેટલીક આગાહીઓને પરમાણુ હુમલા અને અંતરિક્ષ અભિયાનો સાથે જોડીને જોવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવે છે કે કોઈ મોટો દેશ પરમાણુ હુમલા (Nuclear attacks) ની તૈયારી કરી શકે એવી આશંકા છે. આ ઉપરાંત, ‘મંગળ પર અંધારુ છવાશે’ જેવી આગાહીના સંકેતોને અંતરિક્ષ મિશનો (Space Missions)માં ઊભી થનારી મોટી સમસ્યા કે અંતરાયો સાથે જોડીને જોવામાં આવી રહી છે!
9. અનાજ અને ઘઉંની કિંમતો વધવાના સંકેતો
નોસ્ત્રોદેમસની એક વધુ ભવિષ્યવાણીનું આખી દુનિયાની ફૂડ ઇન્ડસ્ટ્રી (Food Industry) સાથે સંલગ્ન કરીને વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો દાવો કરી રહ્યાં છે કે, ઘઉં અને અનાજની વધતી કિંમતોનો સંકેત એમણે અગાઉ આપેલો જ છે. વર્ષ 2022 થી ઘઉંની કિંમતો વિક્રમજનક સપાટીએ પહોંચી હતી જેની અસરો સમગ્ર વિશ્વ પર થવા પામી છે!

10. પ્રાકૃતિક આપત્તિઓનો કહેર…પૂર અને દુષ્કાળ
નોસ્ત્રાદેમસની કાવ્યાત્મક આગાહીઓ અનુસાર, 2026માં કુદરત પોતાનું રૌદ્ર સ્વરુપ (Natural Disasters) દર્શાવશે! કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડશે અને દુષ્કાળ (Drought) હાલત બગાડી શકે છે જ્યારે અન્ય પાસું જોઇએ તો, કેટલાય સ્થળે અચાનક ધોધમાર વરસાદ પડશે અને પૂરનો પ્રકોપ (Flood) થઇ શકે છે. જળ સ્તર વધવાથી પર્યાવરણને નુકસાન અને મોટા પાયે વિનાશની આશંકાની ભીતિ સેવાઇ રહી છે. આ જ કારણે અનેક લોકો વર્ષ 2026ને ‘વિનાશનું વર્ષ’ (Year of Destruction)પણ કહી રહ્યાં છે!
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો: 2026 શરુ થતાં આગાઉ આ કાર્ય અવશ્ય કરો…સમગ્ર વર્ષ મળશે શ્રી હરિ વિષ્ણુના આશિષ..!
આ પણ વાંચો: વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે લાવશે મુસીબત! જાણો શું કરવું અને શું નહીં
