Dharma & Bhakti/ 2026માં આ રાશિઓની વધશે મુસીબત…18 વર્ષ પછી સૂર્ય-રાહુ ગ્રહણ યોગ, ધન-સ્વાસ્થ્યના અશુભ યોગ..!

2026 ના આગમનને હવે બે-ચાર દિવસની જ વાર છે ત્યારે અનેક ગ્રહોની યુતિઓ રચાવા જઇ રહી છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય-રાહુનો ગ્રહણ યોગ 3 રાશિઓ માટે…

Trending Religious Rashifal Dharma & Bhakti
2026, સૂર્ય-રાહુનો ગ્રહણ યોગ, રાશિઓ

Dharm & Bhakti: 2026ના વર્ષમાં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય-રાહુનો ગ્રહણ યોગ (Surya-Rahu Grahan Yoga) રચાવા જઇ રહ્યો છે. આ યોગના પરિણામે 3 રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધી તથા ધન સંબંધી (Health & Money) અશુભ યોગ સર્જાઇ શકે છે આથી આ જાતકોએ સાવધાન રહેવાની જરુર છે!

2026 નો પ્રારંભ થવાને હવે ગણતરીના દિવસોની જ વાર છે. આ નવ વર્ષ અંગે દરેક વ્યક્તિ આશાવાદ ધરાવે અને સુખ-સમૃદ્ધિની કામના કરે એ સ્વાભાવિક છે! હવે અહિં પ્રશ્ન એ છે કે, નવીન વર્ષમાં કેવા દિવસો જોવા મળશે, સારા કે ખરાબ? મનના કોઇક ખૂણામાં આશા અને હૃદયમાં ક્યાંક એક અજાણ્યા ભયનો પણ અહેસાસ દરેક વ્યક્તિ અનુભવી રહ્યો હશે!

2026, સૂર્ય-રાહુનો ગ્રહણ યોગ, રાશિઓ

વર્ષ 2026ના સ્વામી ગ્રહ બનશે સૂર્ય દેવ

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) મુજબ, આવનારા સંવત્સરના રાજા છે સૂર્ય દેવ! જ્યોતિષીઓના મતે, આગામી સમગ્ર વર્ષ ઊર્જા, પરિવર્તન અને હલચલપૂર્ણ પ્રવૃત્તિઓથી સભર રહેવાની પૂર્ણ સંભાવના છે! વિશેષજ્ઞોના મતે, આ વર્ષમાં ગુરુના શુભત્વના કારણે દેશ, સમાજ અને લોકોમાં આધ્યાત્મ્ય, પૂજા-પાઠ અને પરોપકારની ભાવનામાં અભિવૃદ્ધિ થશે.

વર્ષ 2026ના રાજા સૂર્ય દેવ (Sun Grah) છે જે આત્મબળ, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને અનુશાસનના પ્રતીક છે. આ વર્ષનો મુખ્ય સંદેશ રહેશે… જીવનશૈલી, આદતો અને કર્મોમાં પરિવર્તન કરવું! જો ગ્રહોના ગોચરને સમજ્યા વિના જીવન જીવશો તો એ પડકારજનક બની શકે છે.

2026, સૂર્ય-રાહુનો ગ્રહણ યોગ, રાશિઓ

2026માં સૂર્ય-રાહુના ગ્રહણ યોગથી 3 રાશિઓ પ્રભાવિત 

2026 ના આગમનને હવે બે-ચાર દિવસની જ વાર છે ત્યારે અનેક ગ્રહોની યુતિઓ રચાવા જઇ રહી છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુભાશુભ એમ મિશ્ર ફળ પ્રદાન કરતી યુતિઓ સર્જાશે. આવા અશુભ યોગમાંથી એક છે સૂર્ય-રાહુનો ગ્રહણ યોગ..! વર્ષના પ્રારંભે જ સૂર્ય દેવ કુંભ રાશિ (Kumbh Rashi)માં પ્રવેશ કરશે જ્યાં અગાઉથી જ રાહુ ગ્રહ (Rahu Grah) વિદ્યમાન છે. આથી રચાશે સૂર્ય અને રાહુનો અશુભ ગ્રહણ યોગ, જેના પરિણામે અમુક રાશિઓ માટે સમસ્યા ઊભી થઇ શકે છે! આ યોગના ફળ સ્વરુપે, ધનહાનિના યોગ પણ રચાશે અને સ્વાસ્થ્ય પર પણ સંકટ ઊભું થશે! તો ચાલો હવે જોઇએ કે, એ કઇ 3 રાશિઓ છે જેમની મુસીબતો 2026માં વધી શકે છે…

2026, સૂર્ય-રાહુનો ગ્રહણ યોગ, રાશિઓ

કન્યા રાશિ

આ રાશિ (Kanya Rashi)ના જાતકો માટે સૂર્ય-રાહુની યુતિ પ્રતિકૂળ સાબિત થઇ શકે છે કારણ કે, આ યુતિ તમારી રાશિના છઠ્ઠા ભાવ પર રચાવા જઇ રહી છે જેને રોગ, શત્રુ, ભય, વિઘ્નો અને કોર્ટ-કચેરીનો ભાવ માનવામાં આવે છે. આથી આ દરમિયાન, તમને કોઈ પોલીસ કેસ (Police Case)માં હારનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, ગુપ્ત શત્રુઓ તમને હેરાન-પરેશાન કરી શકે છે. હૃદય રોગના દર્દીઓએ વિશેષ સાવધાની રાખવાની જરુર રહેશે. ગળા અને છાતીના રોગ તમને પીડા આપી શકે છે. આના નિવારણ અર્થે, સૂર્ય દેવની આરાધના કરવી, તમે માણેક (Ruby) પણ ધારણ કરી શકો છો. રાહુને લગતી વસ્તુઓનું દાન કરવું. ભૈરવ મંદિરમાં જઇને દીવો પ્રગટાવવો જેથી અશુભ પ્રભાવો ઓછા થશે.

કર્ક રાશિ

સૂર્ય અને રાહુની યુતિ દ્વારા બનવા જઇ રહેલો ગ્રહણ દોષ કર્ક રાશિ (Kark Rashi)ના જાતકો માટે હાનિકારક સિદ્ધ થઇ શકે છે. આ જાતકોના અષ્ટમ ભાવમાં બનવા જઇ રહી છે આથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આ ઉપરાંત, જે જાતકોને હાર્ટનો પ્રોબ્લેમ (Heart Problem) હોય એમણે વિશેષ સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે. આ સમગ્ર સમય દરમિયાન, તમારા જીવનસાથી (Partner) સાથે તમારે વાદ-વિવાદ થવાની સંભાવના છે. આથી આ પ્રકારની પરિસ્થિતિથી બચવું. કાર્યસ્થળે પણ તમારે કોઇ સાથે મતભેદ થઇ શકે છે ઉપરાંત, પરિવારના લોકો સાથે સંબંધો ખરાબ થવાની સંભાવના છે.

મીન રાશિ

સૂર્ય-રાહુનો ગ્રહણ યોગ આ રાશિ (Meen Rashi)ના જાતકો માટે અશુભ (Ashubh) સિદ્ધ થઇ શકે છે કારણ કે, એ તમારી રાશિના 12મા ભાવમાં રચાવા જઇ રહ્યો છે. આથી આ સમયગાળામાં તમારા નાણા કેટલીક ફાલતૂ બાબતોમાં ખર્ચ કરવા પડી શકે છે. આ ઉપરાંત, તમારા પર કોઇ જૂઠ્ઠા આરોપો (Allegations) પણ લાગવાની સંભાવના છે. આ દોષના ગાળામાં તમારે કોઇ વ્યાપારી સોદો ન કરવો નહિં તો નુકસાન વેઠવું પડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ઉચિત ધ્યાન રાખવું અને કાર્યસ્થળ પર કોઈ પણ જાતનું બેદરકારીભર્યું વલણ અપનાવવું નહિં!

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!

આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!