Gujarat weather:ગુજરાતમાં હાલ ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી ચાર-પાંચ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની આગાહી છે. IMD મુજબ, આગામી ચાર દિવસ હવામાન (Weather) સ્થિર રહેશે, પરંતુ ત્યારબાદ તાપમાન ૨થી 3 ડિગ્રી ઘટી શકે છે.તાજેતરના રેકોર્ડ મુજબ, નલિયામાં સૌથી નીચું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 15.1, વડોદરામાં 14.6, રાજકોટમાં 14.4 અને સુરતમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી 2026માં ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા (Snowfall) અને પવનના તોફાનો રહેશે, જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડી (Cold) પડશે. તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
ગુજરાતનાં હવામાનમાં (Weather) ફેરફારની શક્યતા

દેશના ઉત્તરીય ભાગમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસનો માર ચાલુ છે. પંજાબથી બિહાર સુધીના વિસ્તારોમાં ઠંડીનું જોર યથાવત છે, જ્યારે હવામાન વિભાગએ (Weather Department) ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ સ્થિતિને કારણે રોડ, રેલ અને વિમાન સેવાઓ પર અસર પડી રહી છે, અને લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે.

IMDના મુજબ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસની આગાહી છે. આ સાથે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં (Delhi) શીતલહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હી-NCRમાં પ્રદૂષણ, ધુમ્મસ અને ઠંડીનો ત્રિવિધ પ્રકોપ ચાલી રહ્યો છે, જ્યાં લઘુત્તમ તાપમાન ૫થી 8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી છે.આ ઠંડી અને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઝીરો સુધી પહોંચી જાય છે, ખરાબ હવામાનને કારણે (Weather) જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે અને અકસ્માતોનું જોખમ વધે છે. પશ્ચિમી હિમાલયમાં હળવી હિમવર્ષા અને વરસાદની પણ આગાહી છે, જે ઠંડીને વધુ તીવ્ર બનાવશે.
આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન
આ પણ વાંચો:ગુજરાતની ઠંડીમાં થશે વધારો ! ,જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
આ પણ વાંચો:રાજ્યના તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો નોંધાયો, ઠંડીનું પ્રમાણ થયું ઓછું
