Gandhinagar News: ગુજરાત રેરા(Gujarat RERA)એ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા ‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ નામનું નવું સેક્શન શરૂ કર્યું છે. હવે પ્રોજેક્ટ પેજ પર બિલ્ડરના અન્ય પ્રોજેક્ટ્સ, ફરિયાદો, પેનલ્ટી અને પ્રોગ્રેસ રિપોર્ટ્સ જેવી વિગતો ઉપલબ્ધ થશે. આ પહેલથી ગ્રાહકો પ્રોપર્ટી ખરીદતા પહેલા બિલ્ડરની વિશ્વસનીયતા ચકાસી શકશે.
Gujarat RERA :પારદર્શિતા માટે ગુજરાત રેરાની મહત્વપૂર્ણ પહેલ
રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધુ પારદર્શિતા લાવવા અને પ્રોપર્ટી ખરીદનારા ગ્રાહકો (Property Buyers)ના હક્કોના રક્ષણ માટે ગુજરાત રેરા (GujRERA Portal)ના વેબ પોર્ટલ પર દરેક પ્રોજેક્ટના પેજ પર “પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ” (Promoters Track Record) નામનું નવું સેક્શન ઉમેરવામાં આવી રહ્યું છે. આ સેક્શનની મદદથી કોઈ પણ નાગરિક પ્રોપર્ટી ખરીદતા પહેલા બિલ્ડર કે પ્રમોટરની વિશ્વસનીયતા ચકાસી શકશે.
‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ સેક્શનમાં શું-શું જોઈ શકાશે?
આ સેક્શનમાં કેટલીક મહત્ત્વની વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે:
જે-તે પ્રોજેક્ટના પ્રમોટર દ્વારા રાજ્યમાં કરવામાં આવેલા બીજા પ્રોજેક્ટ્સ (Builder Projects)ની સંપૂર્ણ યાદી.
પ્રમોટરના અન્ય પ્રોજેક્ટ્સમાં કોઈ ફરિયાદ દાખલ થઈ હોય તો તેની વિગતો.
કેસના જજમેન્ટની કોપી.
ગુજરાત રેરા દ્વારા પ્રમોટર સામે કોઈ કાર્યવાહી કે પેનલ્ટી કરાઈ હોય તો તેની વિગત.
જુદા-જુદા પ્રોજેક્ટ્સમાં પ્રમોટરે કેટલા પ્રોગ્રેસ રિપોર્ટ્સ (Progress Reports) સબમિટ કર્યા છે તેની માહિતી.
લોગ-ઈન વગર 17 હજારથી વધુ પ્રોજેક્ટ્સની માહિતી
પોર્ટલ પર હાલમાં રાજ્યના 17,000થી વધુ રિયલ એસ્ટેટ (Real Estate) પ્રોજેક્ટ્સની વિગતો કોઈ પણ લોગ-ઈન વિના કમ્પ્યુટર કે મોબાઈલ પર જોઈ શકાય છે. હોમ પેજ પર પ્રોજેક્ટનું નામ, પ્રોજેક્ટનો લે-આઉટ, એપ્રુવ્ડ પ્લાન્સ, કાર્પેટ એરિયા, બ્રોશર, આર્કિટેક્ટ-એન્જિનિયરની વિગત, યુનિટ બુકિંગ સ્ટેટસ, પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ, પેમેન્ટ બેન્ક એકાઉન્ટ તથા બાનાખત અને સેલ ડીડના મુસદ્દા જેવી માહિતી સરળતાથી મળે છે.
સોશિયલ મીડિયા પર પણ અપડેટ્સ
ગ્રાહકો, પ્રમોટર્સ અને એજન્ટ્સને રેરા કાયદા અને નિયમોના અપડેટ્સ નિયમિત મળી રહે તે માટે ગુજરાત રેરા દ્વારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ચેનલ (@gujreraofficial) અને વોટ્સએપ ચેનલ (Gujarat RERA) પર પણ માહિતી પૂરી પાડવામાં આવે છે. ગુજરાત (Gujarat News)માં રિયલ એસ્ટેટ ખરીદનારાઓ માટે આ નવી સુવિધા સુરક્ષિત રોકાણમાં મદદરૂપ થશે.
આ પણ વાંચો:ગુજરાત રેરાએ ફટકાર્યો ઇતિહાસનો સૌથી મોટો દંડ – વડોદરામાં મુંબઇનાં બિલ્ડર ઝપેટમાં
આ પણ વાંચો:ગુજરાતમાં સીએમ ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટની સરેરાશ વય 55 વયની
