Himatnagar News: હિંમતનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડા એસપી (SP) કચેરીની બાજુમાં જ આવેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. રાત્રિ દરમિયાન તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કચેરીની એકદમ નજીક આવી ચોરી થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી
મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે તસ્કર મકાનમાં ત્રાટક્યા હતા. મકાન બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો.તસ્કરો મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી (Theft)કરીને ફરાર થઈ ગયા હોવાનું જણાવાયું છે. ચોરી થયેલા મુદ્દામાલની કુલ કિંમત અંગે હજુ સ્પષ્ટ વિગતો સામે આવી નથી. મકાન માલિક પરત આવ્યા બાદ ચોક્કસ આંકડો જાણી શકાશે.
મકાન માલિક બહારગામ હતા ત્યારે બની ઘટના
જે સમયે ચોરીની ઘટના બની, ત્યારે મકાન માલિક બહારગામ ગયેલા હતા. મકાન બંધ હતું, જેનો લાભ લઈ તસ્કરોએ હાથ સાફ કર્યો હતો. ઘણા સમયથી મકાન બંધ હોવાની રેકી કરીને ચોરી કરાઈ હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
ઘરનો તૂટેલો દરવાજો જોતા લોકોએ જાણ કરી
સવારે આસપાસના લોકોએ મકાનનો દરવાજો તૂટેલી હાલતમાં જોયો હતો. શંકા જતાં તેમણે તાત્કાલિક આ અંગે મકાન માલિક અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ચોરીની ઘટના સામે આવી હતી.
પોલીસ, ડોગ સ્કોવડ અને FSL દ્વારા તપાસ
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર મકાનની તપાસ હાથ ધરી હતી. વધુ તપાસ માટે ડોગ સ્કોવડ (Dog Squad) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમને પણ બોલાવવામાં આવી હતી. (FSL)ની ટીમે ફિંગરપ્રિન્ટ સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરી હતી.
SP કચેરી નજીક ચોરી થતા પોલીસમાં દોડધામ
જિલ્લા પોલીસ વડાની કચેરી નજીક જ ચોરીની ઘટના બનતાં પોલીસ (Police) તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: દ્વારકાધીશ મંદિર પરિસરમાં ચોરી કરતી ખિસ્સા કાતરુ ગેંગનો પર્દાફાશ, 6 શખ્સ ઝડપાયા
આ પણ વાંચો: દિવાળીમાં વતન જવા પૈસા નહોતા, એટલે નારણપુરામાં ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો યુવક
આ પણ વાંચો: અમદાવાદમાં ચોરો બેફામ! ખરીદી દરમિયાન મહિલાના પર્સમાંથી રૂ. 4.80 લાખની 6 સોનાની લગડીઓ ચોરી
