Rajkot News/ રાજકોટમાંથી દેશી દારૂનું કારખાનું ઝડપાયુ, દારૂની વેરાયટીઓથી પોલીસ પણ ચોંકી

રાજકોટમાં અવારનવાર દેશી દારૂની (Country made liquor) બોટલો જપ્ત કરવામાં આવે છે. આ વખતે તો આખુ દેશી દારૂ બનાવતું કારખાનું જ પકડાયું છે. રાજકોટ પોલીસે આવા દેશી દારૂ બનાવવાના સ્થળે દરોડા પાડ્યા હતા.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં અવારનવાર દેશી દારૂની (Country made liquor) બોટલો જપ્ત કરવામાં આવે છે. આ વખતે તો આખુ દેશી દારૂ બનાવતું કારખાનું જ પકડાયું છે. રાજકોટ પોલીસે આવા દેશી દારૂ બનાવવાના સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન દેશી દારૂ પણ અલગ-અલગ વેરાયટીમાં બનતો હોવાનું જાણવા મળ્યું હતું. આ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

રાજકોટમાં દેશી દારૂની અલગ અલગ ફ્લેવર મળી આવી છે. રાજકોટ પોલીસે માંડા ડુંગર (Manda Dungar) વિસ્તારમાંથી દારૂ ઝડપ્યો છે. આ વિસ્તારની પીથડ I સોસાયટીમાં દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. રાજકોટ પોલીસ દરોડા માટે પહોંચી ત્યારે તેણે નારંગી અને વરિયાળીનો દેશી દારૂ કબજે કર્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન  મહેશ કરમશી ડાભી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનામાં એક આરોપી ફરાર છે. તેની ધરપકડ માટે તપાસ ચાલી રહી છે. 114 લીટર દારૂ, હેન્ડ ઓપરેટર સીલર, પંચ સીલીંગ મશીન, પાઉચ બનાવવા માટેના પ્લાસ્ટીકના રોલ, અલગ-અલગ ફ્લેવરની 24 હજારથી વધુની કિંમતની બોટલો જપ્ત કરવામાં આવી હતી.

હવે જોવાનું એ છે કે પોલીસે માંગેલા રિમાન્ડમાં શું માહિતી બહાર આવે છે. બીજી તરફ પોલીસે પણ ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ જગ્યાએ તપાસ હાથ ધરી છે.દેશી દારૂની ભઠ્ઠીનું નામ પડતા જ સડતી ખાટી, ડબ્બા અને ભઠ્ઠીઓનું ચિત્ર મનમાં આવે. જો કે સમય બદલાતા દેશી દારૂની હેરાફેરી કરનારાઓ પણ પોતાનો ધંધો બદલી રહ્યા છે

અગાઉ પણ રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે માંડા ડુંગર વિસ્તારમાં પણ દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. આ માહિતીના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી દરોડો પાડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા ચકચાર

આ પણ વાંચો: રાજકોટમાં દેશી દારૂની થેલીઓ સાથેનો વીડિયો વાયરલ થતા ચકચાર

આ પણ વાંચો: રાજકોટ: દારૂબંધીના લીરેલીરાં ઉડાવતા દ્રશ્યો, મવડી ચોકડી પર યુવાન જાહેરમાં પી રહ્યો છે દેેશી દારૂ, દેશી દારૂ મળી પણ છે અને લોકો ખુલ્લેઆમ પી પીવે પણ છે, આ દ્રશ્યોએ પોલીસની