Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પ્રેમસંબંધ અને મૈત્રીકરારના નામે દગો થયાનો અને શારીરિક શોષણ થયાનો આક્ષેપ કર્યો છે. શબાબ શેખ નામના હોમગાર્ડ જવાને પોતાનો ધર્મ અને નામ છુપાવીને મરજી વિરુદ્ધ અનેકવાર શરીરસંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ધર્મપરિવર્તન કરી અફસાના નામ ધારણ કરી લેવા માટે પણ દબાણ કરાયું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.
પોલીસે પીડિતાના આક્ષેપો બાદ આરોપી સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પીડિતાએ જણાવ્યું હતું કે, શબાબ મને ધમકી આપતો હતો અને ઈસનપુરમાં એક મકાન ભાડે રાખ્યું હતું. જ્યાં 20 દિવસ સુધી મને બાંધીને રાખી હતી અને મારી મરજી વિરુદ્ધ દિવસ-રાત શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમય દરમિયાન મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું.
શબાબ મને ધર્મપરિવર્તન કરી અફસાના નામ ધારણ કરવા માટે દબાણ કરતો હતો.અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પીડિતા દ્વારા આરોપી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ, ધમકી, અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:પોરબંદરના રાણા બોરડી ગ્રામ પંચાયતમાં કરોડોનાં કૌભાંડના આક્ષેપો
આ પણ વાંચો:પોરબંદરના 19 યુવક-યુવતીઓ નોકરીની લાલચમાં થાઈલેન્ડમાં ફસાયા
આ પણ વાંચો:પોરબંદરમાં હિરલબા જાડેજા સહિત 6 લોકો સામે છેતરપિંડીનો આરોપ
