Kutch News/ અંજાર તાલુકાના અજાપરમાં ગૌચર જમીનમાં વિજલાઈન નાખવા મુદ્દે ઘર્ષણ

કંપનીની દાદાગીરી વધતા આખરે ગામ એક જુટ થઈ લડાઈ રહ્યું છે

Gujarat

Kutch News : અંજાર તાલુકાના અંજાપરમાં ગૌચર જમીનમાં વિજલાઈન નાખવા મુદ્દે ઘર્ષણ થયું હતું. જેમાં વેલસ્પન કંપની દ્વારા ૨૨૦ કે.વી. ની વીજ લાઈન લઇને લોકો અને કંપની વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ૨૨૦ કેવી ભચાઉ થી ૨૨૦ કેવી વેલસ્પન સબસ્ટેશન સુધી લાઈનના મુદ્દે થયો વિવાદ થયો હતો.ગૌચર જમીનમાં વિજલાઈન નાખવામાં આવતા લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

બીજીતરફ વીજ લાઈનને લઈને ઘર્ષણ વધતા મોટી સંખ્યામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાઠીચાર્જ કર્યો હતો. દરમિયાન વેલસ્પન કંપનીની મનમાનીને લઈને ખેડુતો અને ગામના લોકો એક જૂટ થયા હતા. વેલસ્પન કંપની દ્વારા ગામના લોકો અને ખેડૂતો સાથે કોઈ પણ વાત કર્યા વગર દાદાગીરી કરી ટાવર નાખવાનો કામ શરૂ કરાયો હતો. ટાવર નાખવામાં આવે તો ગૌચર જમીનને અને ખેડૂતોને હાલાકી પડશે એવી ચર્ચા ચાલી રહી છે.જેમાં કંપનીની દાદાગીરી વધતા આખરે ગામ એક જુટ થઈ લડાઈ રહ્યું છે.

આજે કંપનીના વિરોધ દરમિયાન કંપનીએ પોલીસ બોલાવી ખેડૂત ઉપર સ્થાનિક ઉપર અને મહિલા ઉપર લાઠીચાજ કર્યો હતો.જો આવતી કાલે ફરી કંપનીના માણસો ગામમાં વીજ ટાવરનું કામ કરવા આવશે તો ગામના લોકો ઉગ્ર વિરોધ કરશે ભલે પછી પોલીસનો માર ખાવો પડે.જો ગામના લોકોનો ખેડૂતોને યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો વિરોધ ઉગ્ર થશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત:સાયબર ફ્રોડ આરોપીના ઘરે દરોડા સાઇબર ક્રાઇમ સેલની ટીમના દરોડા આરોપી વસીમ અકરમ હુસેન પટેલના ઘરે દરોડા આરોપીના ઘરેથી 1.41

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર બાજ નજર રાખતી સાઇબર ક્રાઇમ PM સામે વાંધાજનક પોસ્ટ કરનાર ઝડપાયો પોસ્ટ મૂકનાર ટ્યૂશન ક્લાસ સંચાલકની કરી

આ પણ વાંચો: Surat News/સુરતમાં 200 કરોડથી પણ વધુ રકમનું સાઇબર ફ્રોડનું કૌભાંડ પકડાયું