Gujarat News/ હવે નહીં થાય નિવૃત્ત શિક્ષકોની ભરતી ! પરિપત્ર કરાયો રદ

શાળા વ્યવસ્થાપન મંડળે આ નિર્ણય બાદ નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારને પત્ર લખીને નિવૃત્ત શિક્ષકોની જગ્યાએ બેરોજગાર શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી.

Top Stories Gujarat Breaking News

Gujarat News: થોડા સમય પહેલા જ સરકાર (Government) દ્વારા શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયમાં, સરકારે જાહેરાત કરી હતી કે ધોરણ 1 થી 12 સુધીના શિક્ષકો (Teachers) ની અછતને દૂર કરવા માટે વચગાળાની વ્યવસ્થા તરીકે 62 વર્ષથી વધુ ઉંમરના નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયના વિરોધને કારણે, હવે સરકારે યુ-ટર્ન લીધો છે. વિવાદ વધતાં સરકારે શિક્ષકોની ભરતી માટેનો પરિપત્ર રદ કર્યો છે.

એક તરફ યુવા શિક્ષકો બેરોજગારી ફરી રહ્યા છે તો બીજી તરફ બાળકોના ભણતર માટે શિક્ષકોની અછત વર્તાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણય બાદ વિવાદ વધુ ઘેરો બન્યો. શાળા વ્યવસ્થાપન મંડળે આ નિર્ણય બાદ નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારને પત્ર લખીને નિવૃત્ત શિક્ષકોની જગ્યાએ બેરોજગાર શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી.

નિવૃત્ત શિક્ષકોનું આગમન આનંદની વાત છે, પરંતુ બેરોજગાર શિક્ષકોની ભરતી થવી જોઈએ. રાજ્યમાં શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે.

એટલુજ નહીં આ પરિપત્રથી  TET અને TAT પાસ ઉમેદવારો સરકારથી નારાજ હતા. હાલમાં, કચ્છ સહિત ઘણા જિલ્લાઓમાં શિક્ષકોની અછતને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. કેટલીક જગ્યાએ, વિદ્યાર્થીઓ શિક્ષકોની ભરતી માટે હાથમાં બેનરો સાથે વિરોધ કરતા પણ જોવા મળ્યા હતા. સરકારના આ નિર્ણયથી ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો હતો. વિરોધ અને વિવાદ વધતાં સરકારે આખરે યુ-ટર્ન લીધો અને પરિપત્ર પાછો ખેંચી લીધો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જસદણના ડેપ્યુટી કલેક્ટરનો મંદિરમાં VVIP ભોજનની જવાબદારી શિક્ષકોને આપવાનો આદેશ રદ

આ પણ વાંચો:લ્યો બોલો, હવે શિક્ષકો આપશે કેટરિંગની સેવા…! કરશે VVIPની આગતા સ્વાગતા

આ પણ વાંચો:રાજ્યમાં શિક્ષકોની ઘટનો મુદ્દો : અમદાવાદમાં 800 જેટલા શિક્ષકોની ઘટ, શાળા સંચાલકોએ નવા શૈક્ષણિક સત્ર પહેલા ભરતીની કરી માગ