Rajkot News/ લ્યો બોલો, હવે શિક્ષકો આપશે કેટરિંગની સેવા…! કરશે VVIPની આગતા સ્વાગતા

આ મેળામાં VVIP ભક્તોની ભોજન વ્યવસ્થા અને કેટરિંગ સેવાની જવાબદારી સોંપવામાં આવી છે. આખો શ્રાવણ મહિનો શિક્ષકો VVIP ની સેવામાં વ્યસ્ત રહેશે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: સોમનાથના પવિત્ર શ્રાવણી મેળામાં આ વખતે એક અનોખો અને ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે. શિક્ષકો, જેમની પ્રાથમિક જવાબદારી બાળકોને શિક્ષણ આપવાની છે, તેમને આ મેળામાં VVIP ભક્તોની ભોજન વ્યવસ્થા અને કેટરિંગ સેવાની જવાબદારી સોંપવામાં આવી છે. આખો શ્રાવણ મહિનો શિક્ષકો VVIP ની સેવામાં વ્યસ્ત રહેશે, જેના કારણે શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

 મંદિર ટ્રસ્ટ અને નાયબ કલેકટરના આદેશ મુજબ, જસદણના શિક્ષકોને શ્રાવણી મેળામાં VVIP ની ભોજન વ્યવસ્થા સંભાળવાની જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરીનું સુપરવિઝન જસદણના TPEO (Taluka Primary Education Officer) ને સોંપાયું છે. દૈનિક ધોરણે બે-બે શિક્ષકોને આ જવાબદારી નિભાવવા માટે ફરજ સ્થળે નિયમિત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ આદેશે શિક્ષણ ક્ષેત્રે નવો વિવાદ જન્માવ્યો છે, કારણ કે શિક્ષકોની આ ભૂમિકા તેમની મૂળ જવાબદારીથી સાવ વિપરીત છે.

શ્રાવણ મહિનો એ શૈક્ષણિક વર્ષનો મહત્વનો સમય છે, જ્યારે શાળાઓમાં નિયમિત અભ્યાસ ચાલે છે. આવા સમયે શિક્ષકોને મેળામાં VVIP ની સેવા માટે ફરજ પર મૂકવાથી બાળકોના શિક્ષણ પર સીધી અસર પડે તે સ્વાભાવિક છે. શિક્ષકો જો મેળામાં વ્યસ્ત રહેશે, તો વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે કોણ? આ પ્રશ્ન શિક્ષણતંત્ર અને વહીવટી નિર્ણયોની પ્રાથમિકતાઓ પર ગંભીર સવાલ ઉભા કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી બેના મોત, લોકોમાં ચિંતા

આ પણ વાંચો:રાજકોટ-જેતપુર હાઈવે બન્યો મુસીબતોનો હાઈવે, ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ

આ પણ વાંચો:રાજકોટના જસદણ તાલુકામાં વરસાદી વાતાવરણ