World News: યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી હવે શાંતિ મંત્રણા માટે તૈયાર છે. આ માહિતી તેણે પોતે આપી છે. ઝેલેન્સકીની સંમતિ બાદ વાતચીતનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે. હવે અમેરિકા અને યુક્રેન પ્રથમ શાંતિ મંત્રણા માટે સાઉદી અરેબિયામાં ઔપચારિક રીતે સામસામે બેસશે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે વોશિંગ્ટનની ઓવલ ઓફિસમાં થયેલી વાતચીત સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ હવે ઝેલેન્સકી શાંતિ મંત્રણા માટે સંમત થયા છે.
ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન અને અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત આવતા સપ્તાહે સાઉદી અરેબિયામાં થશે. ઝેલેન્સકીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ સોમવારે સાઉદી અરેબિયા જશે અને તેમની ટીમ યુએસ અધિકારીઓ સાથે વાતચીત માટે ત્યાં રહેશે. તેણે કહ્યું, “હું રાજકુમારને મળવા સાઉદી અરેબિયા જઈ રહ્યો છું. ત્યારબાદ મારી ટીમ અમેરિકન ભાગીદારો સાથે કામ કરવા માટે સાઉદી અરેબિયામાં રહેશે. યુક્રેનને શાંતિમાં સૌથી વધુ રસ છે.
આ પણ વાંચો:મહિલા દિવસ પર પશ્ચિમ રેલ્વેની અનોખી પહેલ, ટ્રેક મશીનનું સંચાલન સંપૂર્ણ રીતે મહિલાઓ કરશે
આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર Google એ બનાવ્યું અદ્ભુત Doodle, ખાસ રીતે પાઠવી શુભેચ્છા
આ પણ વાંચો:પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિ રાજ્યસભા માટે નામાંકિત, મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ
