Ahmedabad News/ અમદાવાદમાં SHE ટીમના ડ્રાઇવરે નશાની હાલતમાં ગાડી ડિવાઇડર પર ચઢાવી

SHE ટીમનો ડ્રાઇવર જ નશામાં ધૂત સ્થિતિમાં પકડાયો છે. તેણે અમદાવાદના નિકોલમાં નશામાં વાહન ચલાવીને ડિવાઇડર પર ગાડી ચઢાવી દીધી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
SHE ટીમનો ડ્રાઇવર જ નશામાં, ડિવાઇડર પર ગાડી ચઢાવી

Ahmedabad News: અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે રાખવામાં આવેલી SHE ટીમ જ વિવાદના ચકડોળે ચઢી છે. નિકોલ પોલીસની SHE ટીમના ડ્રાઇવરે નશાની હાલતમાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર પર ચઢાવી દીધી હતી. સદનસીબે આ ગાડીએ કોઈને કચડી ના કાઢ્યા, તેથી મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ. અકસ્માતના પગલે લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ ગાડીમાં તપાસ કરી તો ગાડીમાંથી દારૂનું ક્વાર્ટર મળી આવ્યું હતું. તેના પગલે લોકોએ ડ્રાઇવરને બરોબરનો લમધાર્યો હતો.

SHE ટીમનો ડ્રાઇવર જ નશામાં

ઘટનાની જાણકારી મળતાં જ નિકોલ પોલીસ દોડી આવી હતી. તેમણે તપાસ કરતાં SHE ટીમનો ડ્રાઇવર (Driver) નશાની હાલતમાં હોવાનું માલૂમ પડ્યુ હતુ અને ડ્રાઇવરની આ ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર આઉટસોર્સિંગથી કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ડ્રાઇવર સામે બેદરકારીભર્યા ડ્રાઇવનો અને નશાની હાલતમાં ડ્રાઇવિંગનો કેસ નોંધીને તેની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

નશામા ધૂત ડ્રાઇવરને લોકોનો મેથીપાક

પોલીસના જણાવ્યા મુજબ અમદાવાદના નિકોલ વિસ્તારમાં ધૂળેટીએ રાત્રે દસ વાગ્યાની આસપાસ નિકોલ પોલીસ મહિલા સુરક્ષા માટેની ટીમની ગાડીના ડ્રાઇવરે (Driver) નશાની હાલતમાં બેફામપણે ગાડી ચલાવી ડીવાઇડર પર ચઢાવી દીધી હતી. ગાડીના અકસ્માતના પગલે ત્યાં લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. લોકોએ જોયું કે ગાડીમાં ડ્રાઇવર બેઠો હતો અને તે નશામાં ધૂત હતો. લોકોએ તેના પગલે ગાડીની તપાસ કરી તો તેમાથી દારૂનું ક્વાર્ટર મળી આવ્યું હતું.

લોકોએ નશામાં ધૂત ડ્રાઇવરનો વિડીયો ઉતાર્યો

ડ્રાઇવર પીધેલી હાલતમાં ઝડપાતા લોકોએ તેને માર્યો હતો અને તેનો વિડીયો પણ ઉતાર્યો હતો. નિકોલ પોલીસને તેની જાણ થતાં તે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટોળાને વીખેર્યુ હતુ. તેની સાથે દારૂ પીધેલા ડ્રાઇવરની સ્થિતિની ચકાસણી કરીને તેની ધરપકડ કરી હતી. તે પહેલાં તેને કોઈ ઇજા થઈ છે કે નહીં તે પણ ચકાસી લીધું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે મહિલાઓની સુરક્ષા માટે રાખવામાં આવેલી ટીમનો  ડ્રાઇવર જ પીધેલી હાલતમાં જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

નિકોલ પોલીસની કાર્યવાહી

પોલીસે દારૂ પીને ગાડી ચલાવવા બદલ ડ્રાઇવર રાકેશ પાટીલ સામે ગુનો નોંધ્યો છે. પોલીસ એકબાજુએ દારૂ પીકડનારાઓને અને તેને સપ્લાય કરનારાઓને પકડતી હોય છે ત્યાં પોલીસની વાનનો ડ્રાઇવર જ દારૂ પીને પકડાતા લોકોમાં જબરદસ્ત ગુસ્સો હતો. લોકોનું કહેવુ હતું કે આ સ્થિતિમાં કોઈ સામાન્ય માણસ પકડાયો હોત તો પોલીસે તેની સ્થળ પર જ બરોબરની મરમ્મત કરી હોત. પોલીસ વાનના ડ્રાઇવર જ આ સ્થિતિમાં જોવા મળતાં અહીં પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠ્યા છે.


આ પણ વાંચો : વડોદરામાં નશામાં કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મુક્યા, કારમાંથી દારૂની બોટલો મળી

આ પણ વાંચો : નશામાં ધૂત થાર ચાલકે રાજકોટમાં ઉત્પાત મચાવ્યો

આ પણ વાંચો : છતરપુર જિલ્લા હોસ્પિટલમાં દારૂના નશામાં ધૂત ચાલકે બે કાર, 20 મોટરસાઇકલને મારી ટક્કર