Kutch News/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, કચ્છમાં તાંત્રિક વિધિના બહાને પરણિત મહિલા પર દુષ્કર્મ મામલે 8 લોકો સામે FIR નોંધાઈ

ભચાઉ વિસ્તારમાં સાયલા ગામના એક તાંત્રિક ભુવાએ તાંત્રિક વિધિ અને પૈસાની લાલચ આપીને મહિલાને ભ્રમિત કરી તેના પર દુષ્કર્મ (Rape) આચર્યું હોવાનો આક્ષેપ છે.

Top Stories Gujarat Breaking News
Rape

Kutch News: કચ્છમાં તાંત્રિક વિધિના બહાને એક પરણિત મહિલાની સાથે દુષ્કર્મ થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ અંતે દુષ્કર્મની (Rape) ફરિયાદ નોંધાઈ છે. પીડિત પરણિત મહિલાએ લગભગ છ મહિનાં બાદ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની સાથે થયેલી ઘટનાની રજૂઆત કરી હતી.

માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના એક ભુવાએ તાંત્રિક વિધિ અને પૈસાની લાલચ આપીને મહિલાને ભ્રમિત કરી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે.પૈસાની લાલચ પરણીતા પર વિક્રમ ભુવાજી નામના આરોપીએ દુષ્કર્મ (Rape) આચર્યું હતું,આ મામલે પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

પરણિતા પર થયેલ દુષ્કર્મની (Rape) ફરિયાદ 6 મહીના બાદ દાખલ

આ કેસમાં એક મહિલા સહીત કુલ આઠ લોકો સામે FIR નોંધવામાં આવી છે. આ ફરિયાદ આશરે 6 મહીના બાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓમાં સમાજના કેટલાક લોકો, કૌટુંબિક સભ્યો અને કાકા સસરાનો પણ સમાવેશ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ તમામ લોકોએ મળીને મહિલાની લાજ લૂંટવાનો ગુનો કર્યો હોવાની વાત સામે આવી છે.

હાલમાં ભચાઉ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે અને સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પોલીસ દ્રારા  તમામ આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:પૂર્વ કચ્છમાં મહિલાઓ અસુરક્ષિત, સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ

આ પણ વાંચો:દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને યોગ્ય સારવાર ન મળતા કોર્ટ લાલઘૂમ

આ પણ વાંચો:પરિણીતાએ ડાકોરના PSI વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ કરતા ચકચાર, વિડીયો વાયરલ કરવાની ધમકી