Kheda News/ પરિણીતાએ ડાકોરના PSI વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ કરતા ચકચાર, વિડીયો વાયરલ કરવાની ધમકી

પિડીતાની ફરિયાદ મુજબ PSI આકાશ ચૌધરીએ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું

Gujarat Others
પરિણીતાએ ડાકોરના PSI આકાશ ચૌધરી વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

Kheda News : ગુજરાત પોલીસ માટે લાંછનરૂપ બનાવ સામે આવ્યો છે. જેમાં એક પરિણીતાએ ડાકોરના PSI આકાશ ચૌધરી વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ અંગે કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં પિડીત મહિલાએ આકાશ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે. પિડીતાની ફરિયાદ મુજબ PSI આકાશ ચૌધરીએ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

તે સિવાય આકાશ ચૌધરીએ પીડિતાને બ્લેકમેઈલ અને ડરાવવા માટે તેના ખાનગી વીડિયો વાયરલ કરવાની ધમકી પણ ઉચ્ચારી હતી. બીજીતરફ ભોગ બનનાર મહિલાએ જ્યારે વિરોધ નોંધાવ્યો ત્યારે PSI આકાશ ચૌધરીએ તેને મારી નાંખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

બીજીતરફ આકાશ ચૌધરી પિડીતાની ગંભીર ફરિયાદને પગલે પોલીસ વિભાગની કાર્યવાહીથી બચવા રજા પર ઉતરી ગયા હતા. દરમિયાન પરિણીતાની ફરિયાદને આધારે અંજાર પોલીસે PSI આકાશ ચૌધરી સામે  કાર્યવાહી  શરૂ કરી છે. પોલીસે આ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં પતિના મિત્રએ આચર્યું પત્ની પર દુષ્કર્મ, કર્યું લગ્ન કરવા દબાણ

આ પણ વાંચો: અમદાવાદમાં લગ્નની લાલચ આપી યુવકે મહિલા કોન્સ્ટેબલ પર વારંવાર આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: ભરૂચમાં મદ્રાસના મૌલવીએ હિંદુ મહિલાને મંતરેલું પાણી પીવડાવી દુષ્કર્મ આચર્યું