Not Set/ મોરબી/ કાર બેકાબુ બનતા મોપેડ ચાલક વૃદ્ધને લીધો અડફેટે, ઘટના સ્થળે મોત

મોરબીમાં લગ્ન પ્રસંગે જતા પરિવારને અકસ્માત નડ્યો હતો.કાર બેકાબુ બનતા અકસ્માત સર્જાયો હતો.બેકાબુ કારે એક મોપેડ ચાલક વૃદ્ધને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.ફિલ્મી ઢબે પલ્ટી મારતા કારમાં સવાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મળતી માહિતી અનુસાર ટંકારાના સાવડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ટંકારાથી ધ્રોલ લગ્નમાં જતા પરિવારને અકસ્માત […]

Gujarat Others

મોરબીમાં લગ્ન પ્રસંગે જતા પરિવારને અકસ્માત નડ્યો હતો.કાર બેકાબુ બનતા અકસ્માત સર્જાયો હતો.બેકાબુ કારે એક મોપેડ ચાલક વૃદ્ધને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.ફિલ્મી ઢબે પલ્ટી મારતા કારમાં સવાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

મળતી માહિતી અનુસાર ટંકારાના સાવડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ટંકારાથી ધ્રોલ લગ્નમાં જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર પર કાબૂ ગુમાવતા મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. જે બાદ મોપેડ ચાલક વૃદ્ધ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસને જાણ થતા પોલસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા કેટલાય સમયથી જોવા મળ્યું છે કે ગુજરાતમાં એક દિવસમાં ઓછામાં ઓછા 4 થી 5 અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.