Ahmedabad News/ અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના : નવસારીમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી

લોહીલુહીાણ હાલતમાં ઘાયલ વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી અપાયો હતો

Top Stories Gujarat Others

Ahmedabad News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ચોંકાવનારી ઘટના નવસારીની SGM સ્કૂલની બહાર બની હતી. જ્યા બે વિદ્યાર્થી વચ્ચે મારામારી દીધી હતી. દરમિયાન ઉશ્કેરાયેલા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં ઘાયલ વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી અપાયો હતો.

આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર, SGM શિરોયા સ્કૂલના ચાર-પાંચ વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર ભેગા થયા હતા. શરૂઆતમાં કોઈ કારણોસર બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઝઘડા થતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને માથામાં ટપલી મારી હતી. જેને કારણે બંને વચ્ચે મારામારી શરૂ થઈ હતી. જેમાં એક વિદ્યાર્થીએ ધારદાર વસ્તુ વડે હુમલો કરતા બીજા વિદ્યાર્થીને હાથ અને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. સારવાર માટે ઘાયલ વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘાયલ વિદ્યાર્થીના પિતાએ આ ઘટના બાદ હુમલો કરનાર વિદ્યાર્થી વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે.

ઘાયલ વિદ્યાર્થીના પિતા રિશીત રાજાણીએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર સ્કૂલમાંથી બહાર આવ્યા બાદ નાકા પર ઊભો હતો, તે સમયે અન્ય વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થઈ હતી. જેમાં હુમલો કરનાર વિદ્યાર્થીએ તેમના પુત્રના હાથ પર કાતર જેવા ધારદાર હથિયારથી ઘા માર્યા હતા, હુમલાને કારણે તેને ઘણી જગ્યાએ ઈજાઓ થઈ છે. આ બાબતે અમેપોલીસને જાણ કરી છે. તેમણે આ મામલે સ્કૂલ અને પ્રશાસન દ્વારા વધુ જાગૃતિ લાવવાની અપીલ કરી હતી. શાળાના આચાર્ય જોય સર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ સમગ્ર ઘટના શાળાથી 300 મીટર દૂર મેન રોડ ઉપર થઈ છે. અમે પણ આ ઘટના અંગે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

મેં જ્યારે તમામ ટીચરને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ ઘટના અંગે તેઓને પણ કઈ ખ્યાલ નથી. શાળાઓમાં અમે પેરેન્ટ્સ કાઉન્સિલ પણ બનાવ્યું છે જેમાં તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ શાળામાં ભણે તેવા પ્રયત્નો કરીએ છીએ. મને સોશિયલ મીડિયાથી આ સમગ્ર ઘટનાની જાણ થઈ છે. હું પણ તપાસ કરાવું છું.

અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને બોક્સ કટર મારી દીધું હતું. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


  આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના : સુરતમાં કિશોર દ્વારા બાળક પર ચાકૂથી હુમલો

આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને વિદ્યાર્થીની હત્યા કેસમાં કારણદર્શક નોટિસ, ત્રણ દિવસમાં જવાબ માંગ્યો

આ પણ વાંચો: અમદાવાદ બાદ મહિસાગરમાં વિદ્યાર્થી પર ચાકૂના ઘા મારી હુમલો