Mahisagar News/ અમદાવાદ બાદ મહિસાગરમાં વિદ્યાર્થી પર ચાકૂના ઘા મારી હુમલો

ધોરણ 8મા ભણતા વિદ્યાર્થીએ ચક્કાના ઘા મારી હુમલો કર્યો

Top Stories Gujarat Others

Mahisagar News : અમદાવાદમાં વિદ્યાર્થીને ચાકૂના ઘા મારી હત્યાના બનાવ બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના ગંભીર બનાવો બન્યા છે. જેને લઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ બનાવ મહિસાગરના બાલાસિનોર નગરના તળાવ દરવાજા પાસે બન્યો હતો. જેમાં ધોરણ 8મા ભણતા વિદ્યાર્થીએ ચક્કાના ઘા મારી હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મંગળવારે (19 ઓગસ્ટ) ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 10માં ધોરણના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક 15 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરીને તેને ચપ્પુ મારી દીધું હતું. વાત એમ છે કે, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો.

આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટ્યા બાદ 7-8 વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.

અન્ય બનાવમાં ભુજની વીરજી દેવશી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ધો. 11 અને 10 ના વિધાર્થી વચ્ચે બબાલ સર્જાઈ હતી. જેમાં ધોરણ. 10ના વિધાર્થીને માર મારવામાં આવ્યો હતો.આ બનાવમાં 10 જેટલા વિદ્યાર્થીઓના ટોળાએ એક વિદ્યાર્થી પર ગંભીર પ્રકારનો હુમલો કર્યો હતો. આ બનાવમાં આ શાળાના વિદ્યાર્થીએ હાથમાં પહેરવાના પંચ અને કડા વચ્ચે અન્ય વિદ્યાર્થી પર હુમલો કરાયો હતો.જેમાં માથાના ભાગે લોહી લુહાણ થતાં વિધાર્થીને માથા ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ હુમલામાં 10થી વધુના વિદ્યાર્થીના ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યો છે.

આમ નજીવી બાબતના ઝઘડામાં વિદ્યાર્થીઓ ચાકૂ સાથે હૂમલો કરવા લાગ્યા છે. જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરૂચનાં સરસાડની માધ્યમિક શાળાનો ઈન્ચાર્જ આચાર્ય લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ મામલતદાર કચેરીનો મામલતદાર અને ડ્રાઈવર 50 હજારની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:દાહોદમાં ચીલાકોટા ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો